પોરબંદર
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે 6 માસના 2 બાળકો ને ખેંચ આવતા બેહોશ હાલત માં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તબીબે બન્ને બાળકોને સારવાર આપી જીવ બચાવ્યો હતો.
પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે બે દિવસમાં 6 માસના 2 બાળકો ને બેહોશ હાલત માં સારવાર માં લાવવામાં આવ્યા હતા.જે બન્ને બાળકોને તેની માતા 1 માસથી પાણી પીવડાવતી હતી.જેથી બાળકોને ઇન્ફેક્શન લાગતા તેને ખેંચ આવી હતી અને બેહોશ થયા હતા.આ અંગે હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો. જય બદિયાણી એ માહિતી આપતા જણાવ્યું હતું કે પરમ દિવસે બગવદર વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય ખેતમજૂર દિનેશ બારુલાનો 6 માસના પુત્ર નિલેશને ખેંચ ઉપડતા બેહોશ થયો હતો.જેથી તેને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.ગઈ કાલે ખાપટમાં રહેતા શ્રમિક ભાવેશ મેઘનાથીના 6 માસ પુત્ર ને પણ ખેંચ આવી હતી.જેથી તેને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી જામનગર લઈ જતા હતા.ત્યારે ખેંચ આવતા બેહોશ થઇ જતા તુરંત તેને પણ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
તબીબ જય બદિયાણીએ તાત્કાલિક સારવાર આપી બન્ને બાળકોના જીવ બચાવ્યા હતા.ડો જય એ જણાવ્યું હતું કે બાળક છ માસ નું ન થાય ત્યાં સુધી તેને માત્ર માતા નું ધાવણ જ આપવાનું હોય છે.પરંતુ બન્ને કિસ્સા માં માતાએ બાળક 5 માસનું થયું.ત્યારે તેને મોઢેથી પાણી પીવડાવવાનું શરૂ કર્યું હતું.જેથી બન્ને બાળકોને ઇન્ફેક્શન થયુ હતું.જેમાં એક બાળકને તો મગજમાં ઇન્ફેક્શન થયું હતું.આવા બનાવમાં બાળકનું મોત પણ થઈ શકે છે.જેથી બાળક 6 માસનું થાય પછી જ તેને પાણી અથવા ખોરાક આપવો જોઈએ તેવી પણ તેઓએ અપીલ કરી હતી.
જુઓ આ વિડીયો