પોરબંદર
પોરબંદર ની લેડી હોસ્પિટલ માં કાટવાણા ગામની પરિણીતા એ બન્ને હાથ પગ માં છ છ આંગળી ધરાવતા બાળક ને જન્મ આપ્યો છે.સિવિલ હોસ્પિટલ ના ઈતિહાસ માં પ્રથમ વખત ૨૪ આંગળા ધરાવતા આ પ્રકાર ના બાળક નો જન્મ થયો હોવાનું જાણવા મળે છે.જેને લઇ ને સ્ટાફ માં કુતુહલ સર્જાયું હતું.
પોરબંદર નજીક ના કાટવાણા ગામે માવતર ધરાવતી અને ઉનાના જરગલી ગામે સાસરૂ ધરાવતી રીટાબેન રાજેશભાઈ હરિયાણી નામની પરણીતા એ ગઈ કાલે પોરબંદર ની સરકારી લેડી રૂપાળીબા હોસ્પિટલ ખાતે દરેક હાથ અને પગ માં છ –છ આંગળી ધરાવતા બાબા ને જન્મ આપ્યો હતો.
૨૪ આંગળી સાથે બાબા નો જન્મ થતા કુતુહલ સર્જાયું છે.ત્યારે આવું બાળક લાખોમાં એક જન્મ લેતું હોય તેવું તબીબોનું અનુમાન છે.જેને લઇ ને પરિવારમાં ખુશી સાથે આશ્ચર્ય પણ જોવા મળ્યું છે.રીટાબેન ની આ પ્રથમ જ ડીલેવરી હતી જે નોર્મલ થઇ હતી.અને તેઓના પ્રસૂતિ સુધીના સોનાગ્રાફીથી લઈને તમામ રિપોર્ટ નોર્મલ હતાં.
જો કે આ વારસાગત હોવાનું પણ માનવામાં આવે છે.પરંતુ રીટાબેન ના પરિવારમાં કોઈને પણ આ પ્રકારે વધારે આંગળીઓ નથી.મેડિકલની ભાષામાં પોલી ડેકટાઈલીના નામે ઓળખાતો આ બહુ રેરેસ્ટ ઓફ રેર કેસ કહી શકાય. લાખોમાં આવો કેસ બની શકે છે.
ગર્ભમાં જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે ટિ્વન્સ બનવાની જગ્યાએ એક જ બાળકમાં બીજું બાળક બન્યા વગર એકમાં જ તેના અંગો આવી જાય તે પ્રકારનો આ રેર કેસ કહી શકાય.અગાઉ એક હાથ કે એક પગ માં છ આંગળી હોય તેવા ઘણા બાળકો જન્મ્યા છે.પરંતુ બન્ને હાથ અને પગ માં છ-છ આંગળી હોય તેવું લેડી હોસ્પિટલ ના ઈતિહાસ માં પ્રથમ વખત જ બન્યું હોવાનું અહીના તબીબ ડો કિરીટભાઈ ભટ્ટે જણાવ્યું હતું.
જુઓ આ વિડીયો