પોરબંદર
હોળી નું પર્વ નજીક જ છે ત્યારે પોરબંદર માં ધાણી,દાળિયા અને ખજુર,પતાસા સહિતની ચીજોનું વેચાણ થઇ રહ્યું છે. જો કે ગત વર્ષ કરતા આ વખતે આ ચીજોમાં 10 થઈ 15 ટકાનો ભાવ વધારો નોંધાયો છે.
પોરબંદરમાં હોળીનું અનેરું મહત્વ રહેલું છે.લોકો હોળીના તહેવારમાં ઘાણી,દાળિયા,પતાસા, હારડા, ખજૂરની વિશેષ ખરીદી કરે છે.ત્યારે આ વખતે પણ હોળી ના પાવન પર્વ ને લઇ ને શહેરીજનો માં ઉત્સાહ જોવા મળે છે.અને બજારમાં ધાણીદાળિયા નું વેચાણ કરતા સ્ટોલ અને લારીઓ પર ગ્રાહકની ભીડ જામી છે.
ગ્રામ્ય સંસ્કૃતીમાં હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ધાણી, દાળીયા અને ખજુર તેમજ પતાસા ખાવાનો અનન્ય મહિમા જોવા મળે છે.આજે પણ હોળી પ્રગટાવાય ત્યારે ખજુર,ધાણી,દાળીયા અને પધરાવી હોળીની પ્રદક્ષિણા ફરવાની પરંપરા છે.તો બાળકના જન્મની ખુશાલીમાં ખજૂર અને પતાસા સબંધીઓને આપી હોળીના વાડની ઉજવણી કરતા હોય છે.વર્ષ દરમિયાન ફકત હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન જ આ ચિજવસ્તુઓનું ધૂમ વેચાણ થતુ હોય છે.
આ અનેરા તહેવારને અનુલક્ષીને શહેરની મુખ્ય બજારો અને માણેક ચોક શાક માર્કેટ આસપાસ ની દુકાનો માં તેનું વેચાણ શરુ થઇ ગયું છે.અને લોકો ખરીદી કરી રહ્યા છે.જોકે ગત વર્ષ કરતા આ વખતે ખજૂર સહિતની ચીજોમાં 10 થી 15 ટકાનો ભાવ વધારો નોંધાયો છે.ખજૂરની આવકમાં અછત છે જેથી ભાવ વધ્યા છે.ત્યારે પોરબંદરની બજારમાં ખજૂર 100 થી 200 રૂપિયે કિલોના ભાવ જોવા મળે છે.જે ગત વર્ષે 80 થી 120 રૂપિયા હતા. ધાણી 100 રૂપિયે કિલો છે. પતાસા જે ગત વર્ષે 70 થી 100 રૂપિયે કિલોમાં મળતા હતા.તે આજે 80 થી 100 રૂપિયે તેમજ હારડા ગત વર્ષે 70 થી 100 રૂપિયે મળતા હતા.તે આજે 80 રૂપિયાથી 120ના ભાવે મળી રહયા છે.ખજૂર સિવાયની ચીજોમાં સામાન્ય ભાવ વધારો છે.
શા માટે આ પર્વે ધાણી દાળિયા નું સેવન કરવામાં આવે છે
હોળી પહેલાંના દસેક દિવસ અને હોળી પછીના દસેક દિવસનો ગાળો એવો છે.જેમાં કફ પીગળવાને કારણે કફજન્ય રોગો થવાની સંભાવના વધે છે.અધૂરામાં પૂરું શિયાળામાં આપણે જે ગળ્યું અને ભારે ખાધું હોય એને કારણે જમા થયેલો કફ પીગળે છે.એ કફને શોષવા માટે હોળી તાપવી અને ધાણી, ચણા-ખજૂર ખાવાં જોઇએ,જેથી કફ શોષાઈ જાય. ધાણી અને ચણા એ રુક્ષ છે.એને કારણે કફ છૂટો પડે છે.જેથી આ પર્વ દરમ્યાન ધાણી ,દાળિયા ,ખજુર નું સેવન કરવાનું અનેરું મહત્વ છે.
જુઓ આ વિડીયો