Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં હોલિકા દહન માં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ:જુઓ કઈ રીતે પ્રહલાદ નો થયો ચમત્કારિક બચાવ

પોરબંદર
પોરબંદર ના ખારવાવાડ વિસ્તાર માં હોલિકા દહન માં અવનવા પ્રયોગો કરવામાં આવે છે આ વખતે ખારવા સમાજ ના પંચાયત મંદિર ની પાછળ આવેલ કાબાવાલીયા ફળિયા ખાતે હોલિકા દહન માં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરાયો હતો. જેને નિહાળી લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પોરબંદર માં હોલિકા દહન માં આધુનિક ટેકનોલોજી નો પ્રયોગ કરવામાં આવ્યો છે.પોરબંદર ના ખારવા સમાજ ની મઢી પાછળ આવેલ કાબાવલીયા ફળિયા ખાતે દાતાર મિત્ર મંડળ દ્વારા દર વરસે હોલિકા દહન માં નોખા અનોખા પ્રયોગ કરવામાં આવે છે.આ વખતે પણ અનોખું આયોજન કર્યું હતું.જેમાં હોલિકા દહન શરુ થાય એટલે પ્રહલાદ આપોઆપ બહાર આવી જાય છે અને તેનો ચમત્કારિક બચાવ થાય છે.એ સિવાય અહી મ્યુઝીકલ ડાકણ પણ બનાવવા માં આવી હતી.એ સિવાય મિત્ર મંડળ દ્વારા હોલિકા દહન પહેલા મટકી ફોડ નો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ હોલિકા દહન નિહાળવા માટે મોટી સંખ્યા માં શહેરીજનો પણ જોડાયા હતા અને નવતર હોલિકા દહન નિહાળી આયોજકો ને બિરદાવ્યા હતા.
જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે