પોરબંદર
પોરબંદર માં સસ્તા અનાજના દુકાનદારોને સરકાર દ્વારા કમિશનમાં વધારો કરાતા ખુશી વ્યક્ત કરાઈ છે.સાથોસાથ ઓપરેટર,સહાયકનો પગાર આપવા માંગ કરી છે.
રાજ્ય સરકારે સસ્તા અનાજના દુકાન ધારકોને કમિશનમાં વધારો કરવા નિર્ણય કર્યો છે.પોરબંદર જિલ્લામાં કુલ 162 સસ્તા અનાજની દુકાનો આવેલી છે.જિલ્લાના સસ્તા અનાજ એસોસીએશનના પ્રમુખ રાજેશભાઈ ઠકરારે જણાવ્યું હતું કે, સસ્તા અનાજ નાં દુકાનદારો ની લાંબા સમય ની માંગણી બાદ અન્ત્તે સરકારે કમિશનમાં ભાવ વધારો કર્યો છે.તેની ખુશી છે.પરંતુ અનાજ વિતરણ અંગે ઓનલાઇન કામગીરીના કારણે સસ્તા અનાજની દુકાન ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. દુકાનદારો ઓપરેટરનો પગાર,માલ જોખતા તોલાટનો પગાર અને દુકાનનાં સહાયકનો પગાર ચૂકવી રહ્યા છે.તેના ખર્ચ સામે કમિશન ઓછું છે.જેથી કમિશનમાં વધારો કરી કવીન્ટલે રૂ. 300 કરવામાં આવે તેમજ તોલાટ,ઓપરેટર અને સહાયકનો પગાર સરકાર દ્વારા ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.અને આગામી સમય માં આ અંગે આવેદન પણ પાઠવવામાં આવશે તેવું જણાવ્યું હતું.
જુઓ આ વિડીયો