પોરબંદર
પોરબંદરના સીતારામ નગર વિસ્તારમાં રહેતી વૃદ્ધા મંગળવારે બપોરના સમયે ઘરે એકલી હતી.ત્યારે એક શખ્સે તેના આંખમાં મરચાંની ભૂકી છાંટી ત્રણ તોલા સોનાના સોનાના વેઢલાની લૂંટ ચલાવી હતી.બનાવને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસે વૃદ્ધાની ફરિયાદ નોંધી ન હતી.
પોરબંદરના સાંદીપની રોડ નજીક સીતારામનગર વિસ્તારમાં રહેતા રૂડીબેન પૂંજાભાઈ ખૂંટી(ઉવ ૮૫) નામના વૃદ્ધાની પુત્રી મંગળવારે બપોરે મજુરી કામે ગઈ હતી.અને રૂડીબેન ઘરે એકલા હતા ત્યારે દોઢેક વાગ્યા ના અરસા માં એક શખ્સ આવી ચડ્યો હતો.વૃદ્ધા ને આંખે ઓછુ દેખાતું હોવાથી તે શખ્શે આવી અને વૃદ્ધા ના કાન માંથી એક વેઢલો કાઢવાની કૌશિશ કરતા રુડીબેને તેને અટકાવ્યો હતો.આથી તે શખ્શે રૂડીબેનની આંખમાં મરચાનો ભૂકો છાંટ્યો હતો.અને રુડીબેને બન્ને કાન માં પહેરેલ સોનાના 3 તોલાના વેઢલા લઈ બારણું બહાર થી બંધ કરી નાસી ગયો હતો.
ઝપાઝપીના કારણે વૃદ્ધાને હાથમાં ઈજા થઇ હતી.અને મરચાની ભૂકી આંખમાં ચાલી જતા આંખો બળતી હોવાથી તેઓને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ અંગેની જાણ થતા કમલાબાગ પોલીસ એલસીબી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને તપાસ હાથ ધરી હતી.જો કે બનાવને 24 કલાક થી વધુનો સમય વીતી ગયો હોવા છતાં બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી ન હતી.ઉલ્લેખનીય છે કે હાલ માધવપુર ના મેળા ને લઇ ને જીલ્લાભરની પોલીસ વી વીઆઈપી ની સુરક્ષા અને બંદોબસ્ત માં વ્યસ્ત છે. ત્યારે તેનો લાભ લઇ તસ્કરો ને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ભર બપોરે લૂંટ ચલાવી નાસી ગયા હતા.
જુઓ આ વિડીયો