Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં રીક્ષા ચાલક ની પુત્રી ઈલેક્ટ્રીકલ એન્જીનીયર બની સારી પોસ્ટ પર નોકરી મેળવતા સન્માન કરાયું

પોરબંદર

પોરબંદરમાં રહેતા રીક્ષા ચલાવતા શ્રમિક પિતાએ પોતાની દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવી ઈલેક્ટ્રીકલ એન્જીનીયર બનાવી છે.ત્યારે સાટી સમાજના આગેવાનોએ આ યુવતીને શિલ્ડ આપી બિરદાવી હતી.અને દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરે તેવી અપીલ કરી હતી.

પોરબંદરના નવા કુંભાર વાડા વિસ્તાર માં રહેતા અને રીક્ષા ચલાવતા સલીમભાઈ સાટી ની પુત્રી એ સાહેબાબાનુ એ ઈલેક્ટ્રીકલ એન્જીનીયર બની અસાધારણ સિદ્ધિ મેળવી છે.2016 માં ધો. 10 માં સાહેબાબાનુ એ 96.25 પી.આર. સાથે વી. જે.મદ્રેસા કન્યાશાળા માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.ત્યારબાદ પોરબંદર ની ગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજ માં ઇલેક્ટ્રિકલ એન્જીનિયરનો ડિપ્લોમાં કરી ને અમદાવાદની વિશ્વકર્મા એન્જીન્યરીંગ કોલેજ માં મેરીટ પર પ્રવેશ મેળવી ને ઉચ્ચઅભ્યાસ આગળ વધારી ને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ડિગ્રી મેળવી છે.

જેથી તેને ત્યાં જ એક નામાંકિત ખાનગી કંપનીમાં સારા પેકેજ સાથે ઇલેક્ટ્રિકલ એન્જીનીયર ની પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે.સાહેબાબાનુ એ અભ્યાસમાં અથાગ મહેનત કરી મેરીટ ના આધારે સરકારી કોલેજમાં પ્રવેશ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.ત્યારે તેને શુભેરછા પાઠવવા માટે અખિલ કરછ સાટી સમાજના આગેવાનો પોરબંદર ખાતે આવ્યા હતા.અને તેને શિલ્ડ આપી સન્માનિત કરી આશીર્વાદ આપ્યા હતા.સાટી સમાજના આગેવાનોએ જણાવ્યું હતુંકે, સમાજમાં દીકરા અને દીકરીઓને અભ્યાસ કરાવવો જ જોઈએ.ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરવા અપીલ પણ કરી હતી.

પોરબંદરના સાટી સમાજના હારૂનભાઈ સાટી સહિતના આગેવાનોએ કરછથી આવેલ સાટી સમાજના આગેવાનોનું તથા સાહેબાબાનું ની કારકિર્દી ના ઘડતર માં મહત્વ નો ફાળો આપનાર વીજે મદ્રેસા ના ઓનરરી સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા નું શાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે