પોરબંદર
પોરબંદર માં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો નો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે.જેમાં જાહેર દિવાલો ઉપર ચિતરાયેલ ભાજપના કમળ ઉપર ગેસ ના બાટલા અને પેટ્રોલપંપ ના સિમ્બોલ દોરી મોંઘવારીનો ચિતાર બતાવવા પ્રયત્ન કર્યો છે.
પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા શહેરમાં જે જાહેર દિવાલો ઉપર ભાજપ ના કાર્યકરો દ્વારા કમળના ચિત્રો દોરવામાં આવ્યા છે.ત્યાં પેટ્રોલના ભાવ અને ગેસ સિલિન્ડરના ચિત્રો ચિપકાવી લોકો સુધી વાસ્તવિક ચિત્ર રજૂ કરી મોંઘવારીનો વિરોધ અનોખી રીતે વ્યક્ત કર્યો છે.યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું હતું કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું,દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું,ભ્રષ્ટાચાર નાબુદ કરીશું જેવા વચનો આપીને સત્તામાં આવેલ ભારતીય જનતા પાર્ટીની સરકાર ના 7 વર્ષમાં માત્ર મોંઘવારી,બેરોજગારી વધી રહી છે.
એટલુ ઓછું હોય તેમ રાજ્યભરમાં જાહેર દિવાલો ઉપર પોતાના ચુંટણી ચિન્હ કમળ ના ચિત્રો દોરી પ્રચારના પ્રયત્ન થઈ રહ્યા છે.ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો છે.જાહેર દિવાલો ઉપર ચિતરાયેલ ભાજપના કમળ ઉપર મોંઘવારીનો વાસ્તવિક ચિતાર બતાવવાનો અને પ્રજા ની લાગણી ને વાચા આપવાનો પ્રયત્ન કરાયો છે.કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કપાસીયા તેલ અને સિંગ તેલ ના ભાવ કરતા અત્યારે અઢી ગણા ભાવ વધ્યા છે.એલપીજી સિલીન્ડરમાંથી સબસીડી ગાયબ કરી દીધી છે, તેમજ રૂ. 410 માં મળતો સીલીન્ડર અત્યારે તેના કરતા ડબલથી પણ વધારે રૂ. 950 માં મળી રહ્યો છે. કઠોળ,શાકભાજીના ભાવ ચાર ગણા થઇ ગયા છે.પેટ્રોલ,ડીઝલ,સીએનજી ના ભાવ પણ બમણા કરતા પણ વધુ થઇ ગયા છે.બીજી બાજુ નોકરીયાત વર્ગના પગારમાં કોઈ વધારો થયો નથી,માછીમારોની આવક ઘટીને તળીયે આવી ગઈ છે. ખાનગી ક્ષેત્રે અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.ખેડુતોને તેમની ઉપજના પુરતા ભાવ મળતા નથી.શ્રમિકોની આવક દિવસે ને દિવસે ઘટી રહીછે.જેથી દીવાલો પર કમળના ચિત્રો પાસે જ યુથ કોંગ્રેસ ના કાર્યકરોએ પેટ્રોલના ભાવ અને ગેસ સિલિન્ડરના ચિત્રો ચિપકાવી લોકો સુધી વાસ્તવિક ચિત્ર રજૂ કરી મોંઘવારીનો વિરોધ વ્યક્ત કર્યો છે.
જુઓ આ વિડીયો