પોરબંદર
ગઈ કાલે વિશ્વ વિભૂતિ મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે પોરબંદર કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.તેમજ તેમની વિરગાથા પણ વર્ણવવામાં આવી હતી.
ભારતમાતાના સપૂત અને વિશ્વ વિભૂતિ કે જેણે મોગલોના સમ્રાટ અકબર સામે કયારેય માથું ઝુકાવ્યું ન હતું.તેવા વિર નર મહારાણા પ્રતાપની ગઈ કાલે જન્મ જયંતી હતી.દેશભરમાં રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા નવા ફૂવારા નજીક આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા તેમજ પુષ્પાંજલી કરી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.આ તકે ઉપસ્થિત રાજપૂત સમાજ અને કરણી સેનાના ભાઈઓએ મહારાણા પ્રતાપની વિરગાથા વર્ણવી હતી.
પોરબંદર ખાતે રાજપૂત સમાજ દ્વારા થયેલ આ ઉજવણીમાં રાજપૂત સમાજના યુવા અગ્રણી રવિરાજસિંહ રાજભા જેઠવા તેમજ રાજપૂત સમાજના સેક્રેટરી રાજદિપસિંહ જેઠવા, કરણી સેનાના પ્રમુખ શકિતસિંહ જેઠવા,ઉપપ્રમુખ જયદિપસિંહ જેઠવા,ભાજપ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા,લક્કીરાજસિંહ જેઠવા,દિગ્વીજયસિંહ જેઠવા,મયુરસિંહ જેઠવા,રાજેન્દ્રસિંહ ગોહિલ,ભરતસિંહ ઝાલા,અજયસિંહ જેઠવા,વિરભદ્રસિંહ જેઠવા,ઘનશ્યામસિંહ રાઠોડ,વનરાજસિંહ જાડેજા અને કુલદિપસિંહ વાળા સહિતના રાજપૂત સમાજ અને કરણી સેનાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ આ વિડીયો