પોરબંદર
પોરબંદર ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કિર્તીમંદિર થી કસ્તુરબા ના ઘર સુધી હેરીટેજ વોક નું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ શાળા ના ૧૫૨ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજી ની ૧૫૨ મી જન્મજયંતી અને આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે રાજકોટ સ્થિત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા હેરીટેજ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું પ્રસ્થાન સવારે 9 વાગ્યે મહાત્મા ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે થી કરવામાં આવ્યું હતું.જે કસ્તુરબા ના ઘરે થઇ માણેક ચોક માં આવેલ ગાંધીજી ના પુતળા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી કિર્તીમંદિર ખાતે પૂર્ણ કરાઈ હતી.આ હેરીટેજ વોક માં અલગ અલગ શાળા ના ૧૫૨ બાળકો મહાત્મા ગાંધીજી ના ચહેરા વાળા મહોરા ધારણ કરી જોડાયા હતા.
જુઓ આ વિડીયો