પોરબંદર
પોરબંદરમાં લોહાણા યુવા શક્તિ ગર્લ્સ વિંગ દ્વારા નાના ભૂલકાઓ માટે અવનવી રમતો રમવાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યા માં બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતાઓ ને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.
પોરબંદરમાં કોરોનાકાળ દરમ્યાન બાળકો ઘરે રહયા હોવાથી શેરી માં રમાતી રમતો વિસરાઈ ગઈ હતી.અને મોબાઈલ પર ગેઇમ્સ રમી આનંદ કર્યો હતો.પરંતુ વર્ષો જૂની રમતો વિસરાઈ નહિ તે માટે લોહાણા મહાજનવાડી ખાતે લોહાણા યુવા શક્તિ ગર્લ્સ વિંગ દ્વારા જ્ઞાતિ ના બાળકો માટે રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અલગ અલગ એઈજ વાઈઝ કેટેગરી માં કુલ 120 બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.બાળકોને લીંબુ ચમચી, કોથળા દોડ,મ્યુઝિકલ ચેર,મેમરી ગેઇમ,બોલ હિટિંગ સહિતની રમતો રમાડી હતી.બાળકો એ ઉત્સાહપૂર્વક રમતોમાં ભાગ લઇ આનંદ માણ્યો હતો.સંસ્થાની બહેનોએ જણાવ્યું હતું કે,હાલમાં બાળકો મોબાઈલ ગેઇમ માં વ્યસ્ત હોય છે.જેથી શારીરિક કસરત થાય તેવી શેરી રમતો હવે વિસરાઈ રહી છે.જેથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ પણ આપવામાં આવ્યા હતા.સંસ્થા દ્વારા જ્ઞાતિ જનો માટે અવારનવાર વિવિધ કાર્યક્રમો નું આયોજન થાય છે.ત્યારે બાળકો માટે ના રમતગમત પ્રોજેક્ટ ને પણ સૌએ આવકાર્યો હતો.
જુઓ આ વિડીયો