પોરબંદર
પોરબંદરમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન નાના વર્ગને દંડ ફટકારવામાં અતિરેક થતો હોવાનું જણાવી આ અતિરેક બંધ નહિ થાય તો કોંગ્રેસ દ્વારા આંદોલન ની ચીમકી આપી છે.
પોરબંદર કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે,તાજેતર માં કિશન ભરવાડ ની હત્યા નું કનેક્શન પોરબંદરમાં હોવાનું સામે આવતા જિલ્લા પોલીસ સક્રિય બની છે.અને શહેરમાં વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં બહારથી આવતા વાહનો ચેક થાય છે.તે વાજબી છે.પરંતુ જિલ્લાના નાના અને મધ્યમ વર્ગના ટૂ વહીલર વાહન ચાલકોને ચેક કરી,માસ્ક અને લાયસન્સ અને પીયુસી અંગે આડેધડ દંડ ફટકારવામાં આવી રહ્યા છે.તે વાજબી નથી.
પોલીસ દ્વારા હાલ માં રાત્રે 11 કલાકે ખાણીપીણીની લારીઓ અને દુકાનો પણ બંધ કરવામાં આવી રહ્યા છે.એક તરફ કોરોનાની મંદી બાદ શહેરમા વેપાર ધંધા પાટા પર ચડી રહ્યા છે.ત્યારે પોલીસનો અતિરેક વધી રહ્યો છે.અને જે જગ્યાએ પોલીસ પોઇન્ટ ન હોય ત્યાં પણ પોલીસ ઉભી રહી નાના વર્ગને દંડ ફટકારી પરેશાન કરે છે.ઉપરાંત શહેર માં જ્યાં ત્યાં ચેકપોસ્ટ ઉભી કરી ને ચેકિંગ કરવામાં આવે છે.જેથી આ અતિરેક બંધ થવો જોઈએ.અને જો બે દિવસ માં આ અતિરેક બંધ નહિ થાય તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે.અને ગામ બંધનું એલાન પણ આપવામાં આવશે તેવું જણાવ્યું છે.
જુઓ આ વિડીયો