પોરબંદર
કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે સરકારી ગાઈડલાઈન મુજબ લગ્નમાં વધુમાં વધુ 150 લોકોને એકત્ર કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવતા પોરબંદરમાં આર્યસમાજ ખાતે લોકો લગ્ન નું આયોજન કરી રહ્યા છે.
લગ્નના આયોજનમાં અગાઉ 400 લોકો ની છૂટ હતી.ત્યારે પોરબંદર માં ધામધૂમ થી લગ્નો યોજાતા હતા.પરંતુ કોરોના ના વધતા જતા કેસોને ધ્યાને લઇ ને હાલ 150 લોકોને એકત્ર થવાની છૂટ છે.ત્યારે ફરી લોકો આર્યસમાજ માં લગ્ન તરફ વળ્યા છે.
આર્યસમાજ ના પ્રમુખ ધનજીભાઈએ જણાવ્યું હતું કે ચાલુ માસે કમુરતા બાદ 15 દિવસમાં 24 લગ્ન માટેની નોંધણી થઈ છે.અને ફેબ્રુઆરી માસમાં પણ 27 જેટલા લગ્ન માટેની નોંધણી થઈ છે.આર્યસમાજ ખાતે વૈદિક મંત્ર સાથે લગ્ન કરાવવા માં આવે છે.આમ પણ મર્યાદિત લોકો ની ઉપસ્થિતિ માં લગ્ન યોજવાના હોય.ત્યારે વધુ ને વધુ લોકો લગ્ન માટે આર્યસમાજ તરફ વળી રહ્યા છે.
જુઓ આ વિડીયો