પોરબંદર
પોરબંદરમાં દિવ્યાંગો માટેના ચાર દિવસીય સ્પેશ્યલ ખેલ મહાકુંભનું સમાપન થયું છે.જેમાં વિજેતા થયેલા ખેલાડીઓ અમદાવાદ ખાતે પોરબંદર જીલ્લાનું રાજયકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૧ મો ખેલમહાકુંભ ૨૦૨૨નું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ ૨૦૨૨નું પણ આયોજન કરવામાં આવેલ છે.જે મુજબ અત્રેની કચેરી દ્વારા પોરબંદર જીલ્લામાં પણ સ્પે. ખેલમહાકુંભ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવેલ હતું.
શ્રવણમંદ
શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે, ખેલમહાકુંભ ૨૦૨૨ સ્પર્ધાનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા તેમજ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, પોરબંદરના સહયોગથી આયોજન કરવામાં આવેલ હતું.જેમાં કુલ ૮૦ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો,જે સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર દોડનું આયોજન કરવામાં આવેલ હતું.તથા વિજેતા ખેલાડીઓને અમદાવાદ ખાતે રાજયકક્ષાએ ભાગ લેવા જવાનું રહેશે.તેમજ દરેક ખેલાડીને સવારના નાસ્તો,૧૦:૦૦ વાગ્યે એનર્જી ડ્રીંક એટલે કે સરબત તેમજ બપોરનું ભોજન તમામ ખેલાડીઓને જીલ્લા રમત ગમત અધિકારી,પોરબંદર દ્વારા આપવામાં આવેલ હતું.ખુબ જ સરસ રીતે આયોજન કરવામાં આવેલ હતું.
શારીરિક ક્ષતિગ્રસ્ત
શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ ૨૦૨૨ સ્પર્ધાનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ પોરબંદરના સહયોગથી આયોજન કરવામાં આવેલ હતું.જેમાં કુલ ૩૩૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો.જે સ્પર્ધામાં એથ્લેટીકસ ૧૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર દોડ તેમજ અન્ય દોડ,કુદ,ફેંકની રમતોનું આયોજન કરવામાં આવેલ હતું.તથા વિજેતા ખેલાડીઓને નડીયાદ, ખેડા ખાતે રાજયકક્ષાએ ભાગ લેવા જવાનું રહેશે.તેમજ દરેક ખેલાડીઓ અને મદદનીશ વોલેન્ટીયર્સને સવારના નાસ્તો, ૧૦:૦૦ વાગ્યે એનર્જી ડ્રીંક એટલે કે સરબત તેમજ બપોરનું ભોજન તમામ ખેલાડીઓને અને સાથે આવેલ મદદનીશને જીલ્લા રમતગમત અધિકારી પોરબંદર દ્વારા આપવામાં આવેલ હતું,જે સમગ્ર આયોજન ખુબ જ સરસ રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ હતું.
માનસિક ક્ષતિગ્રસ્ત
માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ ૨૦૨૨ સ્પર્ધાનું આયોજન ડો. વી. આર. ગોઢાણીયા કોલેજનું ગ્રાઉન્ડ પોરબંદર ખાતે જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા તેમજ ડો. વી. આર. ગોઢાણીયા કોલેજ પોરબંદરના સહયોગથી આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૧૮૫ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો, જે સ્પર્ધામાં એથ્લેટીકસ ૧૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર દોડ તેમજ અન્ય દોડ,કુદ, ફેંકની રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. અને વિજેતા ખેલાડીઓને અમદાવાદ ખાતે રાજયકક્ષાએ ભાગ લેવા જશે.તેમજ દરેક ખેલાડીઓ અને મદદનીશ-વોલેન્ટીયર્સને સવારના નાસ્તો, ૧૦:૦૦ વાગ્યે એનર્જી ડ્રીંક એટલે કે સરબત તેમજ બપોરનું ભોજન તમામ ખેલાડીઓને અને સાથે આવેલ મદદનીશને જીલ્લા રમતગમત અધિકારી પોરબંદર દ્વારા આપવામાં આવેલ હતું.જે સમગ્ર આયોજન ખુબ જ સરસ રીતે સફળતાપુર્વક પૂર્ણ કરવામાં આવેલ હતું.
અંધજન
અંધજન દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ ૨૦૨૨ સ્પર્ધાનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અને નેશનલ એસોશિએશન ફોર ધ બ્લાઈન્ડ,પોરબંદરના સહયોગથી આયોજન કરવામાં આવેલ હતું.જે સ્પર્ધામાં એથ્લેટીકસ ૧૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર દોડ તેમજ અન્ય દોડ, કુદ, ફેંકની રમતમાં કુલ ૮૯ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.ચેસ સ્પર્ધામાં ૯ અને ક્રિકેટ સ્પર્ધામાં ૩૪ ખેલાડીએ ભાગ લીધેલ હતો.તથા વિજેતા ખેલાડીઓને રાજયકક્ષાએ ભાગ લેવા જવાનું રહેશે.તેમજ દરેક ખેલાડીઓ અને મદદનીશ-વોલેન્ટીચર્સને સવારના નાસ્તો,૧૦:૦૦ વાગ્યે એનર્જી ડ્રીંક એટલે કે સરબત તેમજ બપોરનું ભોજન તમામ ખેલાડીઓને અને સાથે આવેલ મદદનીશને જીલ્લા રમતગમત અધિકારી પોરબંદર દ્વારા આપવામાં આવેલ હતું.જે સમગ્ર આયોજન ખુબ જ સરસ રીતે સફળતાપુર્વક પૂર્ણ કરવામાં આવેલ હતું.
જુઓ આ વિડીયો