પોરબંદર
પોરબંદર શહેરમાં માનસિક વિકલાંગો માટે નો પ્રાગજી ભગત આશ્રમ આવેલ છે.અહી છેલ્લા 38 વર્ષથી માનસિક વિકલાંગો ને રહેવા-જમવા સહિત તબીબી તપાસ અને દવા સહિતની સગવડ પૂરી પડાય છે.હાલ અહીં ૭૫ જેટલા માનસિક વિકલાંગો ની નિયમિત કાળજી લેવામાં આવે છે.
ગાંધીજી એ રક્તપિત ના દર્દીઓ ની સેવા ને પ્રભુસેવા કહેલી તેમની જન્મભૂમી પોરબંદર માં એસટી ડ્રાઈવરે ૩8 વરસ પહેલા મનોરોગીઓ ને માનભેર સાચવી અને પ્રેમ આપવાની ભેખ લધી હતી.અને પોરબંદર શહેરમાં પેરેડાઈઝ ફૂવારા નજીક ભુંડિયા પ્રાગજી પરસોત્તમ આશ્રમ ની સ્થાપના કરી હતી.અહી છેલ્લા ૩૮ વર્ષથી માનસિક દીવ્યાંગો ને 3 ટાઈમ જમવાની સુવિધા,રહેવાની સુવિધા સહિત દર મહિને એક દિવસ અમદાવાદથી માનસિક રોગ ના નિષ્ણાંત તબીબ આવી તમામની તપાસ કરી સારવાર અને દવા આપે છે.પ્રાગજી ભગતના અવસાન થયા બાદ આજે પણ પાગલોની કાળજી લેવામાં કશી કચાશ જોવા મળતી નથી.વિવિધ દાતાઓ દ્વારા દાન આપવામાં આવતું હોવાથી અહીં હાલ ૭૫ જેટલા માનસિક વિકલાંગ ની કાળજી લેવામાં આવી રહી છે.સંસ્થા ના તુષારભાઈ ભુંડીયાએ જણાવ્યું હતું કે તમામ ને નવડાવવા ,વાળ કાપી દેવા,કપડા પહેરાવવા વગેરે કાળજી લેવામાં આવી રહી છે.
તમામ માનસિક વિકલાંગો નું કોરોના વેક્સીનેસન પણ કરાવવામાં આવ્યું છે.ઉપરાંત તંત્ર ની મદદ થી તમામ ના આધાર કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે.અહી માનસિક વિકલાંગ ને સાચવવાનો તેના પરિવારજનો પાસે થી એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી.અને સંસ્થા ની સ્થાપના થી અત્યાર સુધી માં ૩૦ માનસિક વિકલાંગો સમ્પૂર્ણ સાજા થઇ ને તેના ઘરે પરત પણ ગયા છે.કેટલાક ઓછી અસર વાળા માનસિક વિકલાંગ ને દરરોજ ચોપાટી મેદાન ખાતે ક્રિકેટ રમવા પણ લઇ જવાય છે.અને આશ્રમ ખાતે પણ કેરમ સહિતની રમત રમાડવામાં આવે છે.તેઓને ટીવી અને વર્તમાનપત્ર ની પણ સુવિધા આપવામાં આવે છે.
જેના નામ થી આશ્રમ કાર્યરત છે તે પ્રાગજી પરસોત્તમ ભુંડિયા નો જન્મ ૧૯૦૨ માં થયો હતો.એસટી ડ્રાઈવર તરીકે નોકરી મળ્યા બાદ પણ તેઓ દિન દુખિયા ને મદદરૂપ થવા,ભાડું લીધા વગર મુસાફરી કરાવવામાં તેઓનો કોઈ બદઈરાદો નહી પરંતુ મદદ કરવાની તેઓની પ્રબળ ભાવના હતી.જેના માટે તેઓને ઘણી વખત એસટી વિભાગ ના અધિકારીઓ નો ઠપકો પણ સહન કરવો પડ્યો હતો.માનસિક વિકલાંગ જેવી અવસ્થા તેઓએ પણ ભોગવી હતી યાતના ના આ સમયગાળા દરમ્યાન તેઓ એક પવિત્ર ઓલિયા યકીનશા બાપુ બના સંપર્ક માં આવ્યા.તેઓના સાનિધ્ય ના કારણે પ્રાગજીભાઈ એ પોતાના શેષ જીવન નો સમય માનસિક વિકલાંગો ની સેવા માં સમર્પિત કર્યો હતો.તેઓ પાગલ કે ગાંડા ના બદલે પરમહંસ નું સંબોધન કરતા શરુઆત માં સુદામા ચોક ખાતે થી સેવાયજ્ઞ નો પ્રારંભ થયો હતો જે ૧૯૮૩ માં પ્રાગજીબાપા ના આશ્રમ સુધી દોરી ગયો.
પોરબંદર એ ટ્રેન નું છેલ્લું સ્ટેશન હોવાથી મોટી સંખ્યા માં મનોદિવ્યાંગો અહીંયા આવી ચડે છે.અને તેઓને વર્ષોથી પ્રાગાબાપાના આશ્રમ ખાતે સાચવવામાં આવે છે.પરંતુ મનોદિવ્યાંગ મહીલાઓ માટે પોરબંદર જીલ્લામાં કોઇ જ સુવિદ્યાઓ નહીં હોવાથી ઠેર-ઠેર રસ્તે રઝળતી આ પ્રકારની મહીલાઓને આશરો મળી જાય તે માટે આશ્રમ દ્વારા રંગબાઇ-ગોસાબારા વચ્ચે આશ્રમ બનાવવાની કામગીરી શરુ થઇ છે.શહેરમાં અનેક જગ્યાએ માનસિક અસ્થિર મહીલાઓ ખુબ જ દયનીય સ્થિતિમાં રસ્તે રઝળતી જોવા મળે છે.આથી આવી મહિલાઓને વ્યવસ્થિત આશરો મળે તે માટે રંગબાઇ અને ગોસા વચ્ચે અંદાજે 4 વિઘા જમીનમાં દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા જ આશ્રમ બનાવવામાં આવી રહ્યો છે.
જુઓ આ વિડીયો