પોરબંદર
પોરબંદર માં હીટવેવ જેવું વાતાવરણ જોવા મળે છે.ગરમી નો પારો ઉચો ચડતા તેની જનજીવન પર અસર જોવા મળે છે.બપોરે ઉકળાટ ના કારણે મુખ્ય માર્ગો પર પણ કર્ફ્યું જેવી સ્થિતિ જોવા મળે છે.
પોરબંદર સહીત રાજ્યભર માં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે.રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.સામાન્ય રીતે અરબી સમુદ્ર કિનારે વસેલા પોરબંદર માં ભેજવાળા વાતાવરણ ના કારણે ઉનાળા ની લુ ની અસર ઓછી જોવા મળતી હોય છે.પરંતુ હીટવેવ ના પગલે દરિયાકાંઠા પાસેના સ્થળોએ પણ તીવ્ર ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
દરિયા કિનારે ગરમ પવનો સાથે અંગ દઝાડતી લું ફૂંકાય છે.જેથી આ કાળઝાળ ગરમીથી બચવા અનેક લોકો બપોરના સમયે ઘરમાં જ પુરાઇ રહે છે.જેથી બપોરના સમયે મુખ્ય માર્ગો પર પણ કર્ફ્યું જેવું વાતાવરણ જોવા મળે છે.અને એકલ દોકલ વાહનો જ નજરે ચડે છે.છેલ્લા પાંચ દિવસ ના તાપમાન ની વાત કરીએ તો તા 8 ના રોજ મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી હતું.જે તા 9 ના રોજ ૩ ડીગ્રી વધી ને ૩૭ થયું હતું.અને તા ૧૧ ના રોજ તો ૩૮.6 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું જયારે આજે પણ ૩૭ ડીગ્રી તાપમાન નોંધાયું છે.
ભારે ગરમી ના કારણે લોકો એસી અને પંખા નો સહારો લઇ રહ્યા છે.તો બીજી તરફ ઠંડા પીણા પી ઠંડક મેળવી રહ્યા છે જો કે સાંજ ના સમયે વાતાવરણ માં ઠંડક પ્રસરી જતી હોવાથી રાત્રે મોડે સુધી લોકો ચોપાટી ખાતે ફરવાની મોજ માણતા હોય છે.
પોરબંદરમાં હિટવેવ શરૂ થયો છે ત્યારે લૂ થી બચવા લોકોએ સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.જેમાં ખોરાક પ્રત્યે લોકોએ ધ્યાન રાખી ગરમ મસાલા વાળા ખોરાક ન ખાવા જોઈએ તેમજ પ્રવાહી વધુ પ્રમાણમાં લેવું જોઈએ.પોરબંદર સિવિલ હોસ્પિટલના ડોકટર દ્વારા લોકોને હિટવેવ થી બચવા કેટલાક સૂચનો કર્યા છે.
જુઓ આ વિડીયો