Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી માંથી પંદર લાખના દાગીના લઇ નાસી જવા મામલે વધુ બે ની ધરપકડ

પોરબંદર

પોરબંદર માં ક્રેડીટ કો ઓપરેટીવ બેંક માં લોન પેટે જમા કરાવેલ સોનાના દાગીના છોડાવવાના બહાને દાગીના લઇ નાસી છુટેલા ત્રણ શખ્સો માંથી એક શખ્શ સ્થળ પર થી ઝડપાયા બાદ બાકીના બે શખ્સો ને પણ પોલીસે ઝડપી લીધા છે.

પોરબંદર છાંયા વિસ્તારમાં રહેતા અને ખાખ ચોકમાં સમર્પણ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં શિવમ ક્રેડીટ કો-ઓપરેટીવ બેંકનું સંચાલન કરતા અને પ્રમુખ તરીકે સેવા આપતા માલદેભાઈ વેજાભાઈ ઓડેદરા (ઉવ ૫૮)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા. ૨૦-૧ થી ૧૧-4 સુધી ના સમય દરમ્યાન છાંયા,મારૂતિનગર પાસે રહેતા વિજય કડછાએ તેની બેંક માં સોનાના ૪૦૮ ગ્રામના ૧૪ દાગીના ગીરવે મુકી કુલ રૂા. પંદર લાખ પંચાવન હજાર ની લોન કરાવી હતી ત્યાર બાદ વિજયે તા ૨૧ અને ૨૨ એમ બે દિવસ તમામ દાગીના છોડાવવા નું જણાવી બેન્કે આવ્યો હતો.પણ રકમ ન હોવાથી અલગ અલગ બહાના કરી દાગીના છોડાવ્યા ન હતા.

તા ૨૩ ના રોજ વિજય તેના મામા અને અન્ય એક યુવાનને સાથે રાખી બેન્કે આવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે તેની પાસે રૂ નવ લાખ ચાલીસ હજાર છે.આથી જેટલા પૈસા છે તેટલા ના દાગીના આપી બાકીના દાગીના પાછા જમા કરી લેવા જણાવ્યું હતું.અને પોતાના ઘરેણા જોઈ જરૂરીયાત મુજબના દાગીના છોડાવી બાકીના પરત આપવા કહ્યું હતું. આથી માલદેભાઈએ ઘરે થી દાગીના મંગાવી આપતા વિજય પોતાને જોઈતા દાગીના અલગ રાખતો હતો.અને તેના મામા બાથરૂમ કરવા ગયા હતા.તે દરમ્યાન વિજય અને તેની સાથે રહેલ યુવાન અચાનક બધા દાગીના લઇ ને નાસવા લાગતા માલદેભાઈ એ ચોર ચોર ની બુમો પાડતા માલદેભાઈ ના પુત્ર નીરજે બેંક થી થોડે દુર જ વિજય ને સોનાના દાગીના સાથે ઝડપી લીધો હતો.

જયારે અન્ય યુવાન તથા વિજય ના મામા ત્યાથી નાસી ગયા હતા.ત્યાર બાદ પોલીસ ને જાણ કરતા પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી આવી હતી.અને વિજય ની અટકાયત કરી કમલાબાગ પોલીસ મથકે લવાયો હતો.અને અહી માલદેભાઈ એ વિજય સહીત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં વિજય ની પુછપરછ કરતા નવા કુંભારવાડા વિસ્તાર વિસ્તાર માં રહેતો જીજ્ઞેશગીરી શિવગીરી ગૌસ્વામી નામનો શખ્શ તેનો મામો બની બેન્કે આવ્યો હોવાનું તથા પોતાની સાથે કમલાબાગ પાછળ આવેલ પંચવટી સોસાયટી માં રહેતો પરીક્ષિતગિરી ચેતનપુરી ગોસ્વામીનામનો શખ્શ હોવાની કબુલાત આપતા પોલીસે તે બન્ને ની પણ ધરપકડ કરી હતી. ઝડપાયેલ જીજ્ઞેશગીરી અગાઉ તેના મિત્રની હત્યા કરવાના ગુન્હા માં ઝડપાયો હતો.જો કે બાદમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે