પોરબંદર
પોરબંદરમાં કરણી સેનાની સ્થાપના કરવામાં આવી છે.શિવાજી મહારાજની જન્મ જયંતીના દિવસે કાર્યકરોએ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પોરબંદરમાં કરણી સેનાની સ્થાપના કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે શક્તિસિંહ જેઠવા ની વરણી કરાઈ છે.આજે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિતે કરણી સેનાના પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરોએ પેરેડાઈઝ ફુવારા ની સામે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને હિન્દૂ સમાજના વીર યોદ્ધા શિવાજી મહારાજને પ્રણામ કરી યાદ કર્યા હતા.આ તકે કરણી સેનાના પ્રમુખ શક્તિસિંહ જેઠવા,ઇન્દ્રજીતસિંહ ઝાલા, જયદીપસિંહ જેઠવા,અજયસિંહ જેઠવા,જયરાજસિંહ જેઠવા,કૃષ્ણસિંહ જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ આ વિડીયો