પોરબંદર
પોરબંદર નાં શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા મધદરિયે દીવ્યાંગો નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
પોરબંદર ના શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા પોરબંદર ની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરી અને ૧૫ મી ઓગસ્ટ ના દિવસે છેલા 22 વરસ થી મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે.ગણતંત્ર દિવસ ની ઉજવણી પણ ઘુઘવાતા સમુદ્ર મા અંદર જઈ અને ધ્વજ વંદન કરી કરવામાં આવી હતી.જેમાં કેટલીક મહિલાઓ પણ જોડાઈ હતી. અને રાષ્ટ્ર ના ગૌરવ સમાં તિરંગા ને મધ દરિયે જઈ લહેરાવી અને રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં ૨૬ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ની ગૌરવભેર ઉજવણીને લઇને દેશભક્તિનો પ્રબળ માહોલ રચાયો છે.દેશ ના વિવિધ શહેરોમાં ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા.અને લોકોએ રાષ્ટ્રગીત ગાઇને તિરંગાને સલામી આપી હતી.આ તમામ વચ્ચે પોરબંદરના અરબી સમુદ્રમાં મધદરિયે ફરાકાવાતો તિરંગો સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બને છે.પોરબંદરમાં છેલ્લાં 22 થી પણ વધુ વર્ષથી મધદરિયે ફરકાવવામાં આવતો તિરંગો રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ છે.
શ્રીરામ સ્વિંમિંગ ક્લબ ના તરવૈયાઓ દ્વારા ૨૬ જાન્યુઆરી ના રોજ સવારે કડકડતી ઠંડી માં પણ મધદરિયે તિરંગો ફરકાવવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં 7 જેટલા દીવ્યાંગો નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.તો કાંઠે રહેલા સેંકડો પોરબંદર વાસીઓ એ પણ કાંઠે ઉભી ને જ સલામી આપી હતી.અને રાષ્ટ્રગીત નું ગાન પણ કર્યું હતું. પોરબંદરના અરબી સમુદ્રમાં દરિયાદેવની સાક્ષીએ ફરકાવાતો રાષ્ટ્રધ્વજ દેશભક્તિનું ઉત્તમ અને અનોખું ઉદાહરણ છે.માત્ર તરૂણો જ નહીં યુવાનો બાળકો, વડીલો અને યુવતીઓ પણ દરિયામાં દરિયાદેવની વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપે છે.અને પોતાની અનોખી દેશભાવના પ્રગટ કરે છે.ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વે પોરબંદરમાં આ પ્રકારનો અનોખો રાષ્ટ્રપ્રેમનો અભિગમ અપનાવવામાં આવે છે.ઘુઘવતા સમુદ્રની લહેરોને ચિરતા ઉત્સાહીત તરવૈયાઓ સમુદ્ર વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરે છે.
જુઓ આ વિડીયો