Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં આરોગ્ય શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર મેન પાવર કામગીરી નો કોન્ટ્રાક્ટ આપી દેવાયો

પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદરના આરોગ્ય શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર જ મેનપાવરની કામગીરીનો કોન્ટ્રાકટ આપી દીધો હોવા અંગે સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.જો કે આરોગ્ય અધિકારી એ ડીડીઓ અને ચેરમેન ની મંજુરી થી કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું જણાવ્યું હતું.

પોરબંદર ના સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરા એ મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે.કે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા એ હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ 3 અને વર્ગ 4 નો મેનપાવર આઉટસોર્સ થી પુરો પડવાની કામગીરી થઈ રહી છે.જેમાં વર્ગ3 ના મેન પાવર ની આઉટસોર્સથી કામગીરી ઈથોસ,એચ.આર, મેનેજમેન્ટ અમદાવાદની એજન્સી અને વર્ગ 4 ની મેનપાવરની કામગીરી આઉટ સોર્સથી એસ. આર. એન્ટરપ્રાઈઝ,મહેસાણાને સોપવામાં આવી છે.

આ તમામ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.જેથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે નિયમ વિરુદ્ધ અધિકારીઓની મીઠી નજર હેઠળ ભ્રષ્ટાચાર થી કામગીરી થઈ રહી છે.જેથી આ ભ્રષ્ટાચાર સામે ઉચ્ચકક્ષા એ થી તપાસ કમિટીની રચના કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે ભૂતકાળમાં જે એજન્સી હતી.તે સ્ટાફને નિયમિત પગાર આપતી ન હતી.જેથી નીચેના કર્મચારીઓ ને નિયમિત પગાર ન મળે તો તેમને પણ હક્ક ન હોવાનું જણાવી આરોગ્ય અધિકારી નો પગાર પણ અટકાવ્યો હતો.ત્યાર બાદ જિલ્લા પંચાયતની બેઠકમાં આરોગ્ય કમિટી ના ચેરમેન અને વિરમભાઇ કારાવદરા એ ઇથોસ એજન્સીને કામ સોંપવું તેવો નિર્ણય કરી દરખાસ્ત ડીડીઓને આપી હતી.અને ડીડીઓ દ્વારા આ દરખાસ્ત મંજુર કરાઈ હતી.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે