પોરબંદર
પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નારદ જયંતિ નિમિતે કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.
પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સત્યનારાયણ મંદિર પાસે શારદા નંદલાલ હોલ ખાતે નારદ જયંતિ ની ઉજવણી ના ભાગ રૂપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમા સૌરાષ્ટ્ર પ્રાંત સંપર્ક પ્રમુખ જીતુભાઇ ભીંડી, પોરબંદર જિલ્લા પ્રચાર પ્રમુખ તેજશ જે. થાનકી, સંઘ ચાલક વિનોદભાઈ કોટિયા, જિલ્લા કાર્યવાહ ભરતભાઇ કારાવદરા સહિતનાઓની ઉપસ્થિતિમાં પત્રકારો, લેખકો તેમજ સાહિત્ય સાથે જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ પોતાના પ્રાસંગિક પ્રવચન માં જીતુભાઇ ભીંડીએ જણાવ્યું હતું કે, નારદજીનું પાત્ર લોકોએ હાસ્યાસ્પદ પાત્ર અને રમૂજ પાત્ર બનાવ્યું છે જે યોગ્ય નથી.નારદજી સંત મુની હતા તેઓએ ભક્તિસૂત્ર લખ્યું હતું જેમાં એક એક શ્લોક પર એક એક ગ્રન્થ લખી શકાય તેટલું ઊંડાણપૂર્વક તેઓએ લખ્યું હતું.ત્યાર બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકોએ નારદ જી વિશેની વાતો તેમજ વાર્તા લાપ કર્યો હતો. નારદજી વિશે જાણકારી આપી હતી અને નાગરિકો સાથે ગોષ્ઠી કરી હતી.ત્યાર બાદ પત્રકાર સહિતના લેખકોને નારદજીનું ચિત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બલરાજભાઈ પાડલીયા,હિતેશભાઈ દાસાણી સહિતના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ આ વિડીયો