પોરબંદર
પોરબંદરમાં સાજણ ઓડેદરા ની હત્યા કરવા સાજણના ઘર નજીક રેકી કરવામાં આવી હતી.જેમાં પોરબંદરના હુસેન કાસમ ચૌહાણ પણ મૌલાના આયુબ અને શબ્બીર સાથે ગયો હતો.જેથી રેકીમાં મદદગારી બદલ ATS દ્વારા હુસેનની ધરપકડ કરવામાં આવતા પોલીસે સાજણના ઘર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી દીધો છે.
પોરબંદર નો સાજણ ઓડેદરા ગત મે-૨૦૨૧માં ઈંસ્ટાગ્રામ માં લાઈવ ચાટ દરમ્યાન મુસ્લિમ ધર્મ વિષે ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યો હોવાથી મૌલાના અયુબે તેની હત્યા કરવા નિર્ણય લીધો હોવાનું અને તેના માટે તે ગત જુન માસ માં શબીર ને સાથે લઇ પોરબંદર આવ્યો હોવાનું એટીએસ ની તપાસ માં સામે આવ્યું છે.અને અહી તે પોરબંદર નાં મહમદ હુસેન ચૌહાણને મળ્યો હતો.અને મહમદ હુસેને તેને સાજણ નું ઘર બતાવ્યું હતું.પરંતુ તે સમયે સાજણ જેલ માં હોવાથી તેના મનસુબા પાર પડ્યા ન હતા.નહિતર કિશન પહેલા સાજણ ની હત્યા થઇ હોત તેવું પણ એટીએસ ની તપાસ માં સામે આવ્યું છે.આથી પોલીસ દ્વારા સાજણના ઘર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જુઓ આ વિડીયો