Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર પાલિકા ના ચીફ ઓફિસર ની ફરજ માં રુકાવટ કરનાર આરટીઆઈ એક્ટીવીસ્ટ ની ધરપકડ

પોરબંદર

પોરબંદર માં આર ટી આઈ એક્ટીવીસ્ટે પાલિકા ના ચીફ ઓફિસર ની ફરજ માં રુકાવટ અને તેઓને હત્યા ની ધમકી આપી હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોરબંદર પાલિકા ના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનન અરૂણભાઈ ચતુર્વેદી દ્વારા નોંધાયેલ પોલીસ મુજબ તેઓ તા. ૯/ર ના સવારે પોતાના ઘરે બેસીને ફાઈલોનો અભ્યાસ કરતા હતા.એ દરમિયાન પોતાને આર ટી આઈ એક્ટીવીસ્ટ તરીકે ઓળખાવતા પ્રફુલ દત્તાણી નામના શખ્સે ઘરનો દરવાજો ખખડાવીને ખોલવાનું કહેતા ચીફ ઓફિસરે તેને કોઇ જવાબ નહી આપતા દરવાજા પાસે ઉભીને જતો રહ્યો હતો.ફાઈલોનો અભ્યાસ કર્યા પછી પોતે ઘર બહાર નીકળવા ગયા ત્યારે દરવાજો નહી ખુલતા બહારથી આગળિયો બંધ કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું.

આથી ડ્રાઈવરને ફોન કરીને પુછતા તેણે દરવાજો ખોલીને એવું જણાવ્યું હતું કે,પ્રફુલ દત્તાણી ત્યાં આવ્યો હતો અને તેણે એવું જણાવ્યું હતું કે,“મેં તમારા સાહેબને પુરી દીધા છે.”આથી પ્રફુલની વાત ડ્રાઈવરને મજાક લાગી હતી.પરંતુ ચીફ ઓફિસરનો ફોન આવ્યો ત્યારે બનાવની ગંભીરતા જણાઈ હતી.આમ છતાં,મનન ચતુર્વેદીએ પ્રફુલના વર્તનને નજર અંદાજ કર્યું હતું.અને પાલિકા એ પોતાની ફરજ પર ગયા હતા.અને પોતાની ચેમ્બરમાં હતા.

ત્યારે પ્રફુલ દત્તાણી ત્યાં આવી પહોંચ્યો હતો.અને પટ્ટાવાળાની હાજરીમાં પોતે ગેરકાયદેસર બાંધકામની અરજીની કાર્યવાહી કરવા આપી હોવા છતાં ચીફ ઓફિસરે કોઈ કાર્યવાહી કરી નથી.તેવું જણાવતા ચીફ ઓફિસરે હાલ કાર્યવાહી ચાલું છે.અને પોતે અગત્યના કામમાં રોકાયેલ હોવાથી હાલ કોઇ જવાબ આપી શકશે નહીં તેમ જણાવ્યું હતું.આથી પ્રફૂલે પોતે ઘરે આવ્યો હતો ત્યારે પણ તેને કોઈ જવાબ મળ્યો ન હતો.આથી પોતે ઘર નો દરવાજો બંધ કરી જતો રહ્યો હતો. અને આવતીકાલે સવારે ફરી ઘરે આવીશ તેવું જણાવી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

ત્યાર બાદ બપોરના ત્રણેક વાગ્યે તે સમયે  ફરી ઓફિસે આવ્યો હતો.અને ગેરકાયદેસર બાંધકામની અરજી અંગે પૂછતા ચીફ ઓફિસરે અરજીની તપાસ ચાલુ હોવાનું જણાવતા પ્રફુલ ઉશ્કેરાઈ ગયો હતો.અને ગાળો કાઢી ટેબલ ઉપર પડેલ ફાઈલો લઇને નીચે ફેંકી દીધેલ હતી.જેથી ચીફ ઓફિસરે તેને આમ કરતા અટકાવતા પ્રફૂલે ગેરકાયદેસર બાંધકામ દુર નહીં થાય તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી.

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી પ્રફુલ ની ધરપકડ કરી હતી.સીટી ડીવાયએસપી પ્રજાપતિ એ જણાવ્યું હતું કે પ્રફુલ પર અગાઉ પણ એટ્રોસિટી,પાલિકા ની મીટીંગ દરમ્યાન ગાળાગાળી કરવાની ફરિયાદ સોશ્યલ મીડિયા માં જાન થી મારી નાખવાની ધમકી અંગે પણ ગુન્હા નોંધાયા છે.

તો સામા પક્ષે પ્રફૂલે એવું જણાવ્યું હતું કે પોતે ઘણા સમય થી પાલિકા પ્રમુખ સરજુ કારીયા ના વાહન ની લોગ બુક માંગી આ અંગે આર ટી આઈ કરી છે કારણકે પ્રમુખ સરકારી વાહન નો પોતાના અંગત કામસર ઉપયોગ કરે છે અને સરકારી વાહન માં જયપુર લગ્નપ્રસંગ માં પણ હાજરી આપી હતી જે અંગે ચીફ ઓફિસર આરટીઆઈ માં માહિતી આપતા ન હતા અને વારંવાર ધક્કા ખવડાવતા હતા આથી આવું પગલું ભર્યું છે.

જુઓ આ વિડીયો       

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે