પોરબંદર
પોરબંદર પાલિકા નાં ફૂડ ઇન્સ્પેકટર ને ફરજ માં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે.અને તેના વિરુદ્ધ તપાસ માટે સમિતિ ની નિમણુક કરાઈ છે.
પોરબંદર નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ઠકરાર ને ચીફ ઓફિસર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પાલિકા નાં સુત્રો એ જણાવ્યું હતું કે તેઓ મંજુરી વગર રજા પર ઉતરી ગયા હતા.અને પોતાની ફરજ યોગ્ય રીતે ફરજ બજાવતા ન હોવાથી તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.તેમના માટે એક તપાસ કમિટી બેસાડવામાં આવી છે.જે કમિટી યોગ્ય રીતે તપાસ કરશે.ત્યારબાદ તેઓ અંગે નિર્ણય લેવામાં આવશે.જો કે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે.ફૂડ ઇન્સ્પેકટર સસ્પેન્ડ થતા પાલિકા નાં ફૂડ વિભાગ ની ચેકિંગ સહિતની કામગીરી પર પણ અસર પડશે તેવું જાણવા મળે છે.
જુઓ આ વિડીયો