પોરબંદર
પોરબંદર-છાયા સંયુકત નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી.જેમાં ચાર મિનીટ માં 11 કરોડ નાં વિકાસકાર્યો ને બહાલી આપવામાં આવી હતો.તો વિપક્ષ કોંગ્રેસ દ્વારા બેઠક નો બહિષ્કાર કરી કલેકટર ને આવેદન પાઠવ્યું હતું.
પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકા ની જનરલ બોર્ડ ની બેઠક યોજાઈ હતી.પ્રમુખ સરજુભાઈ કારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં વીસ ઠરાવો સાથે નાં 11 કરોડ નાં વિકાસકાર્યો ને માત્ર ચાર મિનીટ માં જ બહુમતી સાથે મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં ચીફ ઓફિસરનો બેઝીક પગાર સિવાય નાં અન્ય ભથ્થાઓ પાલિકાની સ્વનિધિમાંથી ચુકવાશે.ઉપરાંત આરજી હકુમત નાં લડવૈયા અને મહેર જ્ઞાતિ માં સામાજિક અને શૈક્ષણિક જ્યોત જગાવનાર સંત શિરોમણી પુજ માલદેવ બાપુની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે હેતુ થી હનુમાન ગુફા ચાર રસ્તા પાસે તેઓની પ્રતિમા માટે જગ્યા ફાળવવા ઠરાવ મંજુર કરાયો છે.ઉપરાંત,ખડપીડ વિસ્તાર અને છાયાની ગલીઓમાં પાઈપ લાઈન નાખવાની કાર્યવાહી,ગોઢાણીયા કોલેજ પક્ષી અભ્યારણ્ય થઇ છાયા મેઇન રોડની જોડતા આર.સી.સી. રોડનું એસ્ટીમેન્ટ ૧૨૬.૫૫ લાખ પૈકી ટેન્ડર ત્રણ ટકા ઉંચું મંજુર થતા વધારાના છ લાખ ઓગણસિતેર હજાર મંજુર કરવા ઠરાવ થયો હતો.
એ સિવાય બોખીરામાં ગરીબોના આવાસમાં સીડીની પાસે રેલીંગ અને ગ્રીલ માટે ૬૦ લાખ, મચ્છીમાર્કેટ પાસે સંપ કમાઉન્ડમાં બ્લોક પાથરવા ૧૨ લાખ,ખાપટ જુના ગામતળ પાસે પાણીની પાઈપ લાઈન નાખવા સહિત કામોને બહાલી અપાઈ હતી.
જો કે વિપક્ષ કોંગ્રેસે બેઠક નો બહિષ્કાર કરી કલેકટર ને આવેદન પાઠવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે જનરલ બોર્ડ માં નિયમ મુજબ એજન્ડા નું વાંચન થતું નથી.આંગળી ઉંચી કરાવી બહુમતી નો દુરુપયોગ કરી ફક્ત દસ મિનીટ માં બોર્ડ ની મીટીંગ પૂરી કરી દેવામાં આવે છે.અને સતાધીશો મનસ્વી વર્તન કરી મનમાની ચલાવે છે વિપક્ષ દ્વારા આર ટી આઈ અંતર્ગત માહિતી માંગવામાં આવે તો સમયસર અને પુરતી આપવામાં આવતી નથી.આથી જનરલ બોર્ડ નો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
પોરબંદર નગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકનું આયોજન શનિવારે કરવામાં આવ્યું તે પૂર્વે પાલિકાના વિપક્ષી નેતા જીવનભાઈ જુંગી,ઉપનેતા ફારૂકભાઈ સૂર્યા અને દંડક ભરતભાઈ ઓડેદરાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે અમો લોકશાહી પધ્ધતિથી ચૂંટાયેલા કાઉન્સીલર છીએ.પોરબંદર-છાયા સંયુકત નગરપાલિકામાં અમો નિયમ મુજબ કાર્ય કરીએ છીએ,પરંતુ તેમના સત્તાધીશો દ્વારા મનસ્વી વર્તન કરવામાં આવે છે તેવો આક્ષેપ કરીને વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, જયારે જનરલ બોર્ડના નિયમ પ્રમાણે જે એજન્ડાનું વાંચન થતું નથી.
રાષ્ટ્ર ગીત ગવાઈ ગયા બાદ આંગળી ઉંચી કરાવી બહુમતીનો દુરઉપયોગ કરીને ફકત ૧૦ મિનિટમાં જનરલ બોર્ડની મીટીંગ પુરી કરી દેવામાં આવે છે. જે ઘણા સમયથી ચાલ્યુ આવે છે. અમો વિરોધ પક્ષનાઓએ અનેક વખત આ અંગે વિરોધ કરેલ પરંતુ ધ્યાને લેતા નથી.
કોઇ પણ વિરોધપક્ષ સદસ્ય માહિતી માંગે છે તો માહિતી અધિકારી અધિનિયમ-૨૦૦૫ હેઠળ સમયસર અને પુરતી આપતા નથી તેમજ માંગવામાં આવેલ માહિતીઓ ફાઈલ કરી દેવામાં આવે છે. જેથી સ્પષ્ટ ફલીત થાય છે કે, સત્તાધીશો મનસ્વી વર્તન કરી પોતાની મન-માની ચલાવે છે. તેવો આક્ષેપ કરીને, અમારા સદસ્યો દ્વારા વોર્ડ નં, ૬ અને ૭ ના રોડ-રસ્તા-ગટર-સફાઈના કામની રજુઆતો ધ્યાને લેવાથી નથી.ઉપરોકત બાબત રજુઆતની અવગણનાના કારણે આજે વિરોધ પક્ષના સદસ્યો દ્વારા જનરલ બોર્ડનો બહિષ્કાર કરીએ છીએ અને તે અંગેની કલેકટરને પણ જાણ કરીને આવેદન પાઠવ્યું છે.
જુઓ આ વિડીયો