Tuesday, September 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર પાલિકા દ્વારા આજ થી ઢોલનગારા વગાડી કરાશે વેરાની વસુલાત:૨૨ કરોડ નો વેરો વસુલવાનો છે બાકી

પોરબંદર

પોરબંદર માં બાકી નીકળતા વેરાની વસુલાત માટે પાલિકા તંત્રએ કમરકસી છે.જેમાં જે મિલ્કતધારકોએ લાંબા સમયથી વેરો ન ભર્યો હોય તેવા ધારકોને ત્યાં આજે મંગળવાર થી ઢોલ વગાડી વેરા વસુલ કરવામાં આવશે.

નાણાંકીયવર્ષ પૂરૂં થવા આવ્યું છે ત્યારે પોરબંદર નગરપાલિકાએ વેરાની વસૂલાત વેગવંતી બનાવી છે.પાલિકા વિસ્તાર માં રહેણાંક અને કોમર્શીયલ મળી ૭૬૦૦૦ મિલકતો આવેલી છે.આ રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકોને ચાલુ વર્ષના હાઉસટેક્સ વસૂલવા માટે બીલ આપવામાં આવ્યા હતા.જેમાંથી 28 હજાર જેટલા મિલકત ધારકોએ સમયસર વેરો ન ભરતા નોટીસ પાઠવી વેરો ભરી જવા જણાવાયું હતું.

પાલિકા ના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જણાવ્યું હતું કે પાલિકા નો પાછલો મિલકત વેરો રૂ. 18.8 કરોડ અને ચાલુ વર્ષનો રૂ. 12 કરોડ એમ ફૂલ 30 કરોડ રૂપિયાનું વેરાનું માંગણુ છે.જેમાંથી અત્યાર સુધી માં રૂ 8 કરોડ અને 80 લાખ ની વસુલાત થઈ છે.બાકી રહેતા મિલકત વેરાની વસુલાત વહેલી તકે થાય તે માટે પાલિકા તંત્રએ કમર કસી છે. મોટી રકમ નો વેરો બાકી હોય તેમજ લાંબા સમયથી વેરો ન ભર્યો હોય તેવા મિલકત ધારકોને ત્યાં આજે મંગળવાર થી ઢોલ વગાડીને જાહેરમાં મિલકત વેરાની વસુલાત કરવામાં આવશે.તેમ છતાં વેરો નહિ ભરે તો મિલકત ધારકના નળ કનેક્શન કાપવામાં આવશે.તેમજ સીલ મારવાની કામગીરી થશે તેવું પણ ચીફ ઓફિસરે જણાવ્યું છે.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે