પોરબંદર
પોરબંદર ખાતે આવતા પ્રવાસીઓ ની સુવિધા માટે પ્રવાસન વિભાગ દ્વારા ચાર દાયકા પહેલા ચોપાટી ખાતે તોરણ ટુરિસ્ટ બંગલા નું નિર્માણ કરાયું હતું.જે છેલ્લા એક વર્ષ થી બંધ હાલત માં છે.સરકાર દ્વારા પીપીપી ધોરણે આપવા ચક્રો ગતિમાન કર્યા હતા.પરંતુ બિસ્માર હાલત માં હોવાથી કોઈ લેવા તૈયાર ન થતા તેનું સમારકામ કરાવી વહેલી તકે કાર્યરત કરવા માંગ ઉઠી છે.
મહાત્મા ગાંધીજી નું જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામા નગરી હોવાના કારણે પોરબંદર એ દેશ નું મહત્વ નું પ્રવાસન સ્થળ છે.અહી દર વરસે લાખો ની સંખ્યા માં દેશ વિદેશ થી પ્રવાસીઓ અને યાત્રાળુઓ આવતા હોય છે.આ પ્રવાસી ઓને રાત્રીરોકાણ માટે કોઈ તકલીફ ન પડે તેમજ રહેવા માટે સારી સુવિધા મળે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા ચાર દાયકા પહેલા ચોપાટી ખાતે વિશાળ જગ્યા માં તોરણ ટુરિસ્ટ બંગલો શરુ કરાયો હતો.અને ૨૦૧૫ માં તેનું લાખો ના ખર્ચે નવીનીકરણ કરાયું હતું.
અને 20 રૂમ ડબલ બેડ તેમજ 4 ડીલક્ષ રૂમ સાથે આ બધા રૂમો એરકન્ડીશનથી સજ્જ કરી નવા રંગરૂપ સાથે ફરી શરુ કરાયો હતો.ટુરિસ્ટ બંગલો ચોપાટી બીચ પર હોવાથી તથા ખાનગી હોટલો ની સરખામણી એ ઓછુ ભાડું હોવાથી મોટી સંખ્યા માં પ્રવાસીઓ તેનો લાભ લઇ રહ્યા હતા.ઉપરાંત કોઈ પરિવારમાં લગ્ન,સગાઈ જેવા પ્રસંગો હોય તો તેમનો આ પ્રસંગ બહુ જ સારી રીતે કરી શકે તેના માટે ટુરિસ્ટ બંગલા નું વિશાળ ખુલ્લી જગ્યાનું ગ્રાઉન્ડ પણ ભાડે આપવામાં આવતું હતું.ઉપરાંત જન્માષ્ટમી ના લોકમેળા દરમ્યાન પણ આ મેદાન ફૂડ ફેસ્ટીવલ માટે ભાડે અપાતું હતું.
પરંતુ આ ટુરીસ્ટ બંગલો ગત વર્ષે ૧ ફેબ્રુઆરી ના રોજ બંધ કરી દેવાયો હતો.અને ત્યાર બાદ સરકારે પીપીપી ધોરણે કાર્યરત કરવા પણ પ્રયત્નો કર્યા હતા.પરંતુ આ ટુરીસ્ટ બંગલો બિસ્માર હાલત માં છે.કોરોના દરમ્યાન સિવિલ હોસ્પિટલ ના તબીબો અને નર્સિંગ સ્ટાફને અહી રૂમ આપવામાં આવ્યા હતા.ત્યારે પણ છત પર થી પીઓપી પડવાના અને છત નો કેટલોક ભાગ પડવાના બનાવો બન્યા હતા.આથી કોઈ પીપીપી ધોરણે લેવા તૈયાર થતું નથી.આથી તંત્ર દ્વારા તેનું સમારકામ કરાવી કાર્યરત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો