પોરબંદર
ગઈ કાલે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પોરબંદરની સ્ટેટ લાયબ્રેરી ખાતે અનેક લોકો નિયમિત પુસ્તકો વાંચવા આવે છે. વિશ્વ પુસ્તક દિવસ નિમિતે પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ
વિશ્વ પુસ્તક દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે.પુસ્તકો એ લોકોનો સાચો મિત્ર માનવામાં આવે છે.પોરબંદર જિલ્લામાં અનેક લોકો પુસ્તક પ્રેમીઓ છે.હાલના મોબાઈલ યુગમાં પણ લોકો પુસ્તકોનું નિયમીત વાંચન કરે છે. પોરબંદરમાં બંદર રોડ પર આવેલ દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેરશાહ હરજીવન લાયબ્રેરી એટલેકે સ્ટેટ લાયબ્રેરી 1886મા સ્થાપના કરવામાં આવી હતી.આજે પણ આ લાયબ્રેરી ખાતે અનેક લોકો નિયમિત વાંચન માટે આવે છે.
હાલ આ પુસ્તકાલય 52400 પુસ્તકો નો વૈભવ ધરાવે છે.જેમાં 3૧૪૧૪ પુસ્તકો ગુજરાતી ભાષા માં,૧૦૬૭૫ અંગ્રેજી ભાષા માં,૪૮૩૯ પુસ્તકો હિન્દી ભાષા માં,૩૬૪ પુસ્તક મરાઠી ભાષા માં,અને ૨૫૭ પુસ્તકો સંસ્કૃત ભાષા માં છે.અહી નિયમિત રીતે 51 જેટલા મેગેઝીન આવે છે. 10થી વધુ વર્તમાન પત્રો રોજ આવે છે.2000થી વધુ અહીં નોંધાયેલ સભ્યો છે. આ પુસ્તકાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના પણ પુસ્તકો આવેલા છે.જેથી વિદ્યાર્થીઓ પણ અહીં પુસ્તક વાંચીને પરીક્ષાની તૈયારીઓ કરે છે.પુસ્તકાલય ખાતે પીવાનું શુદ્ધ પાણી,ખાસ કેબિનની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, મોબાઈલ અને લેપટોપ ચાજિંગની વ્યવસ્થા તથા વાઇફાઇ ની સુવિધા ઉપલબ્ધ છે. હાલ અહીં રીનોવેશનનું કામ પણ ચાલુ છે. તેમજ મહિલા અને પુરૂષો માટે બાથરૂમ નું બાંધકામ ચાલુ છે.
અહીં બહોળી સંખ્યામાં લોકો પુસ્તકો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરે છે.પોરબંદર ના વાંચનપ્રેમી લોકો માટે મંદિર સમાન આ લાયબ્રેરી માં અગાઉ લોકો નવલકથા,કવિતા, ધાર્મિક,આધ્યાત્મિક ,હાસ્યકથા,બાળ સાહિત્ય વગેરે નું વાંચન વધુ કરતા હતા.પરંતુ છેલ્લા થોડા સમય માં હવે યુવાનો પણ આ લાયબ્રેરી ની નિયમિત મુલાકાત લે છે.વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થાય છે.ત્યારે તેમાં જોડાવા માંગતા અને સારા માર્કસે પાસ થવા ઇચ્છતા યુવા-યુવતીઓ મોટી સંખ્યામાં આ લાયબ્રેરીની મુલાકાત લઇ રહ્યા છે.બહારથી પુસ્તક ખરીદે તો તોતીંગ ખર્ચ થતો હોય છે.જયારે અહીંયા નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો વાંચવા મળે છે.તેથી મોટી સંખ્યામાં યુવક-યુવતિઓ લાયબ્રેરી ખાતે રાખવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ના પુસ્તકો નું વાંચન કરે છે.
અહી શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર બેઠક વ્યવસ્થા તથા મળતાવડા સ્ટાફ ના કારણે અહી આવતા વાંચકો ની સંખ્યા માં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે.શહેરના આ અતિ જૂના પુસ્તકાલયમાં અત્યંત દુર્લભ કહી શકાય તેવી હસ્તપ્રતો, વનસ્પતિશાસ્ત્રો, ભગવદગોમંડળ, બોમ્બે ગેઝેટ, ઇન્સાકલોપીડીયા (બ્રિટાનિકા), ભૃગૃસંહિતા, નેશનલ જયોગ્રાફી વગેરે સંદર્ભ પુસ્તકો ખુબ જ સંભાળપૂર્વક સચાવાયા છે.ગ્રંથાલયમાં અનેક વિષયોને લગતા પુસ્તકો સમાવાયેલા છે.જેમ કે નવલકથાઓ,નવલિકાઓ,કાવ્યો, જયોતિષ,ગણિત,ગીતો,ભજનો,લેખસંગ્રહો,જનરલ નોલેજ,વિજ્ઞાન ઉદ્યોગ, આરોગ્ય, આયુર્વેદિક,પ્રવાસ,આધ્યાત્મિક, ધાર્મિક,બાળઘડતર,જીવન ચરિત્રો,નિબંધો,ચિંતન,હાસ્ય કથાઓ, રેખાચિત્રો, પાકશાસ્ત્ર, વ્યકિત વિકાસ,કોમ્પ્યુટર,બાળ-સાહિત્ય,સંગીત,યોગ,ઇતિહાસ,ચિત્રકળા,રંગોળી,મહેંદી,કેરીયર વિગેરેના પુસ્તકો ઉપલબ્ધ છે.
પોરબંદર શહેર ખુબ જ ભાગ્યશાળી નગર છે.જેની પાસે ઉત્તમ પુસ્તકોના ખજાના સ્વરૂપે આ સમૃધ્ધ જાહેર ગ્રંથાલય છે જેમાં જ્ઞાનના મોતીઓ આરક્ષિત છે.
૧લી જુન ૧૮૮૭ ના રોજ આ ગ્રંથાલયની સ્થાપના સર એફ એસ પી લેલીના અધ્યપક્ષપદ હેઠળ થઇ જે સ્ટેટ લાઇબ્રેરી તરીકે ઓળખાતી.ઇ.સ. ૧૮૮૯માં દેસાઇ નાનજી ગોકુલજી લાઇબ્રેરી અને કુમારશ્રી ભાવસિંહજી દક્ષિણી લાઇબ્રેરી એ બન્ને ખાનગી લાઇબ્રેરી,આ લાઇબ્રેરી સાથે ભેળવી દેવામાં આવી તે સમયે દેસાઇ દેવકરણ નાનજી (દેનાબેંકવાળા) તરફથી રૂ. ૩૦૦૦ તથા શેઠ ઝવેરશાહ હરજીવન તરફથી રૂ. ૧૫૦૦ બક્ષીસ તરીકે લાઇબ્રેરીને આપવામાં આવ્યા ત્યારથી ઉપરોકત નામે લાઇબ્રેરી ઓળખાય છે.
આ ગ્રંથાલયનો ઉપયોગ અનેક જાણીતા કવી તથા લેખકો એ લોકોએ કરેલો છે.જેમાં સાહિત્યના મેઘધનુષ્ય સમા ગુલાબદાસ બ્રોકર,વિજયગુપ્ત મૌર્ય,જયેન્દ્ર પાઠક,સ્વ. રતિલાલ છાયા,સ્વ. પુષ્પક ચંદરવાકર તથા હાલના સાહિત્યકાર નરોતમભાઈ પલાણ સાહેબ વગેરે જાનીમાની વ્યકિતઓએ કરેલ છે.
જુઓ આ વિડીયો