પોરબંદર
પોરબંદર સિવિલ હોસ્પિટલ માં બર્ન્સ વોર્ડ નજીક ની છત પર થી અવારનવાર પોપડા ખરતા પસાર થતા લોકો માં ભય નો માહોલ જોવા મળે છે.બર્ન્સ વોર્ડ થી કેદી વોર્ડ સુધીની છત જર્જરિત બની છે.જેથી વહેલીતકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદર જિલ્લાની એક માત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ બિસ્માર હાલત માં છે.અહી અવારનવાર અલગ અલગ વોર્ડ અને લોબી ની છત પર થી પોપડા ખરવાના બનાવ બને છે.તેમાં પણ બર્ન્સ વોર્ડ થી કેદી વોર્ડ સુધીની છત પર ગાબડા પડી ગયા છે.અને અવારનવાર પોપડા ખરે છે. આ હોસ્પિટલે અનેક દર્દીઓ દાખલ થાય છે ઉપરાંત દર્દીઓ ના પરિવારજનો અને હોસ્પિટલ ના તબીબો સહિતનો સ્ટાફ પણ અહીંથી પસાર થાય છે.ત્યારે આ પોપડા કોઈ વ્યક્તિ પર પડે તો ઈજા પહોંચી શકે છે.આથી છત નું વહેલીતકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો