પોરબંદર
પોરબંદરની જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાવા ના કારણે ગંદકીના ગંજ જોવા મળે છે.જેથી વહેલીતકે સફાઈ ની માંગ ઉઠી છે.
પોરબંદરમાં તાજેતરમાં એક ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે જૂની કોર્ટ કમ્પાઉન્ડ માં વરસાદી પાણી નો ભરાવો થયો છે.જે પાણીનો નિકાલ કરવામા ન આવતા અહી ગંદકી ના ગંજ ખડકાયા છે.અને ઝેરી જીવજંતુ તથા મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે.અહી સ્ટેમ્પ વેન્ડરો બેસતા હોવાથી અનેક અરજદારો આવે છે.ઉપરાંત આ કમ્પાઉન્ડમા જ ફિશરીઝ ખાતા ની કચેરી,સ્ટેટ હાઈવે ની કચેરી ઉપરાંત જનસેવા કેન્દ્ર પણ આવેલું છે.
ઉપરાંત મુખ્ય બજાર માં ખરીદી અર્થે જતા લોકો પણ અહી કાર પાર્કિંગ કરે છે.પરંતુ ગંદા પાણીને લીધે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.અહી રાખવામાં આવેલ કચરાપેટી છલકાઈ ગઈ હોવા છતાં ખાલી કરવામાં ન આવતા કચરાપેટી આસપાસ ગંદકી ના ગંજ ખડકાયા છે.અને ડુક્કર સહિતના પશુઓ નો પણ ઉપદ્રવ વધ્યો છે.ગંદકી ના કારણે સમગ્ર વિસ્તાર માં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઇ છે.જેથી વહેલીતકે વરસાદી પાણીનો નિકાલ કરી સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો