પોરબંદર
પોરબંદર ની આર્ટ ગેલેરી ખાતે જૂનાગઢના ચિત્રકારના વિવિધ ચિત્ર પ્રદર્શન યોજાયું છે. રંગો ની અનુભૂતિ શીર્ષક ધરાવતું આ ચિત્ર પ્રદર્શન શહેર ના કલારસિકો એ બિરદાવ્યું હતું
જુનાગઢના ચિત્રકાર વિનોદભાઈ રતનપરા દ્વારા બનાવવામાં આવેલ વિવિધ ચિત્રો નું રંગોની અનુભૂતિ શીર્ષક હેઠળ નું ચિત્ર પ્રદર્શન પોરબંદરની નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં તેઓના 108 જેટલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા છે જેમાં અલગ અલગ પેનવર્ક,લાઈવચિત્રો, મોર્ડન આર્ટ,કેનવાસ આર્ટ,જર્મનના કલરથી બનાવેલ વોટરપ્રૂફ ચિત્ર,પીપળાના પાન પર બનાવેલા વિવિધ મહાનુભાવો ના ચિત્રો પ્રદર્શનમાં મુકાયા છે.
જુનાગઢ ના સુપ્રસિદ્ધ ચિત્રકાર વિનોદભાઈ રતનપરાના ૧૦૮ જેટલા ચિત્રોનું પ્રદર્શન મહારાણા શ્રીનટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રસંગને પોરબંદરના સુપ્રસિદ્ધ ડોક્ટર ઉર્વીશ મલકાણ,રોટરી ઇન્ટરનેશનલ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ પારેખ,સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર સનત જોશી, કૃપાબેન હિતેષ કારીયા ચેર પર્સન પોરબંદર છાયા નગરપાલિકા ગજાનન એકેડેમી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હિરેનભાઈ પાઉંના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું
આ પ્રસંગે ઇન્ડિયન લાયન્સ પોરબંદરના પ્રમુખ એડવોકેટ હિતેશભાઈ કોટેચા ચમ સ્કૂલના કમલભાઈ પાઉં તથા ઇનોવેટીવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના પ્રમુખ બલરાજ પાડલીયા,કમલ ગોસ્વામી,દિનેશ પોરિયા,શૈલેષ પરમાર,કરશનભાઈ ઓડેદરા,સમીર ઓડેદરા,ઇન્ડિયન લાયોનેસનાં પ્રમુખ ભારતીબેન વ્યાસ તથા મેમ્બર્સ,પોરબંદરના કલા રસિક નાગરિકો
આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી ખુશી વ્યક્ત કરેલ.
ઇનોવેટીવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના પ્રમુખ બલરાજ પાડલીયા,ઇન્ડિયન લાયોનેસનાં પ્રમુખ ભારતીબેન વ્યાસ સહીત શહેર ની કલારસિક જનતા એ પ્રદર્શનના પ્રારંભે ઉપસ્થિત રહી ચિત્રકારની કળા ને બિરદાવી હતી.આ પ્રદર્શન આજે તા. 8 સુધી ખુલ્લું રહેશે.
જુઓ આ વિડીયો