પોરબંદર
પોરબંદર ના છાંયા રતનપર રોડ પર મહાકાળી સોસાયટી માં ભોંય સમાજના શ્રમિકો દ્વારા ૩૦ ફુટની ઉંચાઇ અને ૧૧૧ ફૂટ પહોળાઈની જલધારા ધરાવતું પથ્થરનું શિવલિંગ બનાવવા આવ્યું છે.જેની મહાશિવરાત્રી એ ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
પોરબંદરના છાયા રતનપર રોડ પર આવેલ મહાકાળી સોસાયટી માં ભોંય સમાજ ના શ્રમિકો દ્વારા 30 ફૂટ ઊંચી શિવલિંગ બનાવવામાં આવી છે.જેમાં 111 ફૂટની જલધારા બનાવવામાં આવી છે.આ શિવલિંગ ની શિવરાત્રી ના દિવસે ભાવપ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં.સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી શિવ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.આ યજ્ઞ માં 108 દંપતી એક સાથે પૂજા કરશે.ત્યારબાદ સાંજે 5 થી 7 દરમ્યાન અલગ-અલગ એક્ટિવિટી તથા રમતગમતમાં ભોંય સમાજ ના લોકોએ સ્થાન મેળવ્યું છે.તેનું શ્રી ગંગેશ્વર મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવશે.
ત્યારબાદ સાંજે ૭ થી ૯.૩૦ વાગે શ્રીવલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા શિવભજન,શિવધૂન અને શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.સમગ્ર કાર્યક્રમ માં સાંસદ રમેશભાઈ ધડુક,ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહીત મોટી સંખ્યા માં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.શિવલિંગ પર મહાશિવરાત્રી એ સવારે સો લીટર દૂધ નો અભિષેક કરવામાં આવશે આ દૂધમાંથી શિવજીને પ્રિય એવી ભાંગની પ્રસાદી બનાવવામાં આવશે.અને જે લોકો દર્શન કરવા આવશે તે લોકોને પ્રસાદીરૂપે અભિષેક થયેલું દૂધની ભાંગની પ્રસાદી રૂપે આપવામાં આવશે.ત્યારબાદ મહાશિવરાત્રી હોવાથી ખીર ને બદલે દૂધ ની પ્રસાદી આપવામાં આવશે અને પાણીનો અભિષેક થશે.એ બગીચામાં પીવડાવવામાં આવશે.
શિવલિંગ ની વિશેષતા
આ શિવલિંગની ઉંચાઇ આશરે ૩૦ ફૂટ અને તેમનું જલધારા 111 ફૂટ નું છે.આ શિવલિંગ કાંજીપુરમ,તામિલનાડુ ના બ્લેક પથ્થર ની નાની નાની ૫૦ થી ૬૦ લાખ કટકીઓથી મઢવામાં આવ્યું છે.શિવલિંગ પર ચંદનનું તિલક છે.તેમાં રાજસ્થાનના જેસલમેર ના પથ્થર નો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ શિવલિંગની પ્લાસ્ટર અને હેરી સ્ટ્રક્ચર ડિઝાઇન સિવિલ એન્જિનિયર સુનીલભાઈ હિંગરાજીયા દ્વારા કરવામાં આવેલ છે.
ભારતમાં કદાચ આટલી ઉંચાઈ ધરાવતું શિવલિંગ પ્રથમ એવું છે.કે જેને દુધાભિષેકઅને જલાભિષેક કરી શકાશે.તેના માટે આ શિવલિંગમાં નીચેના ભાગે એક રૂમ બનાવવામાં આવ્યો છે.જ્યાંથી શિવભક્ત શિવલિંગની અંદર જઈને દુધાભિષેક કરશેએ.દૂધ પાઇપલાઇન મારફતે ઉપર પહોંચશે.અને ત્યાંથી બાજુની ચેમ્બરમાં એ દૂધ એકત્ર થશે એ દૂધ વેડફાય નહિ તે માટે એકત્ર કરીને શહેરના જુદા-જુદા અનેક ક્ષેત્રો દિવ્યાંગ બાળકોની સંસ્થાઓ, મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાઓ, આંગણવાડી, વૃદ્ધાશ્રમ, પ્રસૂતા અને સગર્ભા સ્ત્રીઓને નિશુલ્ક પૂરું પાડવામાં આવશે.
શિવલીંગને કરવામાં આવેલ જલાભિષેકના જળ નો પણ પૂરેપૂરો સદુપયોગ થાય તે માટે શિવલિંગની આજુ-બાજુ ફૂલછોડ વાવીને બગીચાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.અને તેમાં શિવલિંગના જલાભિષેકનું પાણી આપોઆપ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.આ શિવલિંગની નજીકમાં ગંગેશ્વર મહાદેવ મંદિરનું પણ નિર્માણ થઇ રહ્યું છે.ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શિવજી ઉપર ગંગાજીનો અભિષેક થતો હોય તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.તે ઉપરાંત હનુમાનજીની ધ્યાનમગ્ન હોય તેવી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે.જો કે મંદિરના નિર્માણ કાર્યમાં વધુ સમય લાગી જશે પરંતુ શિવલિંગની ભાવ પ્રતિષ્ઠા મહાશિવરાત્રીના દિવસે થશે.જેથી ભાવિકોને દર્શનનો લાભ લેવા જણાવાયું છે.
જુઓ આ વિડીયો