પોરબંદર
પોરબંદર ના સુદામા મંદિર ખાતે અખાત્રીજ ના દિવસે ભક્તો ને નિજ મંદિર માં પ્રવેશ આપવા આવે છે.વર્ષ માં ફક્ત એક વખત ભક્તો ને સુદામાજી ના ચરણસ્પર્શ કરવાની તક મળતી હોવાથી મંદિર ખાતે સવાર થી જ ભક્તો ની કતાર લાગશે.
સુદામાનગરી પોરબંદર શહેરમાં અક્ષય તૃતિયાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ચરણસ્પર્શ કરવાનો ભાવિકોને લ્હાવો મળે છે.અક્ષય તૃતિયા એટલે અખાત્રીજનો દિવસ.આ દિવસને સ્વયં સિદ્ધ મુહૂર્તના દિવસ તરીકે ગણવામાં આવે છે.આમ તો આ દિવસના અનેક મહત્ત્વ છે.પરંતુ પોરબંદર માટે આ દિવસ અનેરૂ મહત્વ ધરાવે છે.
કારણ કે સમગ્ર ભારતમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર શહેરમાં આવેલું છે.અહી દરરોજ દેશભર માંથી મોટી સંખ્યા માં પ્રવાસીઓ દર્શનાર્થે ઉમટી પડે છે.આ મંદિર ખાતે લખ ચોરાસી પરિક્રમા તેમજ સુદામા કુંડ આવેલ છે. ભાવિકો અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.દરવર્ષે સુદામા મંદિરે અક્ષય તૃતીયાના દિવસે એક દિવસ નિજ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવે છે.છેલ્લા બે વર્ષથી કોરોનાને પગલે આ આયોજન કરાયું ન હતું.ત્યારે આ વખતે તા. 3/5 ને મંગળવારે અખાત્રીજ ના દિવસે સવારે 6 થી રાત્રે 8:30 કલાક સુધી સુદામાજીનું નિજ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે.જેથી ભક્તો નિજ મંદિર માં પ્રવેશ કરી સુદામાજીના ચરણ સ્પર્શ કરી ધન્યતાનો અનુભવ કરશે.
મહંત ઘનશ્યામભાઈ અને પાર્થભાઈ રામાવત વગેરે દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.તેઓએ જણાવ્યું હતું કે અખાત્રીજ ના દિવસે દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણ એ તેના સખા સુદામાજીના પગ ધોયા હતા.અને સુદામાજીના ચરણસ્પર્શ કર્યા હતા.જેથી આ દિવસે સુદામા મંદિરે લોકોને સુદામાજીના ચરણ સ્પર્શ કરવા માટે નિજ મંદિરે પ્રવેશ આપવામાં આવે છે.આ દિવસે સવાર થી જ લોકો સુદામાજીના ચરણ સ્પર્શ કરવા માટે ઉમટી પડશે.
જુઓ આ વિડીયો