પોરબંદર
પોરબંદર ના સાગરકાંઠે આજ થી બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચ નો પ્રારંભ થયો છે.જેમાં દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટો નું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
સંવેદનશીલ ગણાતા પોરબંદર સહીત ગુજરાત ના વિશાળ સમુદ્રકાંઠાનો આતંકવાદીઓ ફરી ઉપયોગ ન કરે તે માટે વર્ષ માં બે વખત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંકલન સાથે ઓપરેશન સાગર સુરક્ષા કવચ નું આયોજન કરવામાં આવે છે.છેલ્લા બે વર્ષ થી કોરોના ને લઇ ને આ કવાયત હાથ ધરવામાં આવી ન હતી.ત્યારે કાલથી પોરબંદર સહીત રાજ્યના સાગરકાંઠે બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચ નો પ્રારંભ કરાયો હતો.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ ભારતીય જળસીમા માંથી ૨૮૦ કરોડ ના ડ્રગ્સ સાથે ૯ પાકિસ્તાનીઓ ઝડપાયા છે.ત્યારે દરિયાઈ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.અને આ ઓપરેશન માં નેવી,કોસ્ટગાર્ડ,મરીન પોલીસ,એસઓજી,સીઆઈ એસ એફ સહીત વિવિધ સુરક્ષા એજન્સીઓ જોડાઈ છે.પોલીસ દ્વારા આજે સવારથી દરીયામાં બોટનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.ઉપરાંત તમામ લેન્ડીંગ પોઈન્ટ ની સઘન ચકાસણી કરવામાં આવી હતી.તથા દરિયાઈ પટ્ટી પર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.જીલ્લા ના મહત્વના પ્રવાસન સ્થળો તેમજ યાત્રાધામો,એરપોર્ટ,બસ અને રેલ્વે સ્ટેશનમાં પણ ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે પ્રથમ દિવસે કોઈ મોકડ્રીલ યોજાઈ ન હતી.
જુઓ આ વિડીયો