પોરબંદર
પોરબંદર થી ૩૨ કિલોમીટર દૂર આવેલ શીગડા ગામ ઐતિહાસિક ગામ છે.આ ગામનું નામ વિશ્રામ દ્વારિકા કહેવાય છે. અહીં શાસ્ત્રોના જણાવ્યા મુજબ શૃંગી ઋષિ કમંડલ નદી ના કાંઠે તપ કરતા હતા.અને તેઓએ સ્થાપિત શિવાલય જે આજે શિગેષવર મહાદેવ તરીકે ઓળખાય છે.જ્યારે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે અહીં શૃંગી ઋષિ ના આશ્રમે વિશ્રામ કરેલ અને શિવાલયની પૂજા કરેલ.ત્યારથી આ ગામનું નામ વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખાય છે.અહીં રામાનંદી સંપ્રદાયના સંત નંદરામદાસજી ને મોઢવાડા ગામ ના મહેર અગ્રણીઓએ આ ગામ દાનમાં આપેલ છે.જેથી પોરબંદરના મહારાણા સાહેબ આ ગામનો ભોગવટો લેતા નહીં.
આ ગામની સમગ્ર ખેતી ઉપજમાં મંદિરનો હક રહેતો.ત્યારબાદ આ રામાનંદી સંપ્રદાયના મોહનદાસજી બાપુએ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ.અને આ મંદિરમાં માધવરાય અને કલ્યાણની ઉભી મુર્તિઓ બિરાજમાન કરેલ આ મંદિરની મૂર્તિઓ તેમજ આજુબાજુના દશાવતાર ચાંદીથી મઢેલા છે.પ્રવેશદ્વારમાં બહાર બે મોટા હાથીઓ કંડારેલા છે.જે મંદિરની ખુબ જ શોભા વધારે છે.આ મંદિરે કાળક્રમે મોહનદાસજી બાપુ સાકેત વાસ થયા બાદ પોરબંદરના મહારાણી શ્રી ના ગુરુ શ્રી લીંમડીના રઘુવર આચાર્ય ને આ ગાદી સોંપવામાં આવી.ત્યારથી આ મંદિર જગતગુરુ રામાનંદાચાર્ય ની આચાર્ય પીઠ તરીકે સ્થાપિત થયેલ છે.
હાલ આ મંદિરના મહંત શ્રી સર્વેશ્વર ચાર્ય ગુરુ શ્રી રામ આચાર્ય જી વહીવટ કરે છે.આ મંદિરે દર વર્ષે ચૈત્ર મહિનામાં ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ તારીખ ૨૨ એપ્રિલથી 29 એપ્રિલ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ગોપાલજી મંદિરે આયોજન કરેલ છે.જેમાં વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજી જગદીશભાઈ રાવલ જુનાગઢ વાળા કથાનું રસપાન કરાવી રહેલ છે.જેમાં તારીખ 26 એપ્રિલે શ્રી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ હોવાથી પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ખાસ હાજર રહી કથાનું રસપાન કરેલ.
આ તકે મંદિરના મહંત શ્રી સર્વેશ્વરાચાર્ય દ્વારા બાબુભાઈ નું ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. સાથે શીંગડા ગામના સરપંચ માલદેજી અરશીજી ઓડેદરા દ્વારા પણ ધારાસભ્યનું સન્માન કરવામાં આવેલ.શિંગડા ગામે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં બહોળી સંખ્યામાં ભાવિકો રસપાન કરે છે.અને મંદિર તરફથી તેમજ દાતાઓ તરફથી દરરોજ બપોરે અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.ઉપરાંત કથા સમયે ભાવિકોને માટે ચા પાણી અને ઠંડા શરબતની અવિરત સેવા ચાલુ છે.
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત
જુઓ આ વિડીયો