Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે:લોકમેળો પણ યોજાશે

પોરબંદર

પોરબંદર જીલ્લા માં હનુમાન જયંતીની ઉજવણી કરવા માટે વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે રોકડીયા હનુમાન મંદિર ખાતે લોકમેળા નું આયોજન કરવામાં આવશે.તે સિવાય ધૂન,ભજન,મહાપ્રસાદી સહિતના કાર્યક્રમ પણ યોજાશે.

પોરબંદર જીલ્લા માં હનુમાન જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.ત્યારે રોકડીયા હનુમાન મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે લોકમેળો પણ  યોજાશે.રોકડીયા હનુમાન મંદિર એ હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે.અહીં શનિવાર તેમજ મંગળવારે તો મોટી સંખ્યા માં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે.હનુમાન જંયંતી ના દિવસે અહી સવારે 5:45 કલાકે અને બપોરે 12 વાગ્યે મહાઆરતી તેમજ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી મહાપ્રસાદીનું આયોજન કરાયું છે.તેમજ બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી લોકમેળો યોજાશે.સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું છે.

મંદિર ના મહંત દ્વારા હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવશે.તો પાયોનિયર ક્લબ પોરબંદર તથા સાગરપુત્ર સમન્વય સંસ્થા દ્વારા હનુમાન જયંતિના શુભ અવસરે રોકડીયા હનુમાન મંદિર ખાતે દર્શન કરવા આવતા દર્શનાર્થી ભાવિકોને પ્રસાદ રૂપે 10 હજાર આઈસ્ક્રીમ કપ નું વિતરણ કરવામાં આવશે.બપોરે 4:30 થી 7 વાગ્યા સુધી રોકડીયા હનુમાન મંદિર સામે આઈસ્ક્રીમ વિતરણ થશે જેથી દરેક ભકજનોને આ પ્રસાદીનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, મહેન્દ્રભાઈ જુંગી સહિતના કાર્યકરોએ યાદી પાઠવી છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે