પોરબંદર
પોરબંદર ના યુવાન ને ફેક આઈડી દ્વારા વીડીયોકોલ દરમ્યાન નગ્ન કરી તેનું રેકોર્ડીંગ કરી પૈસા માંગવામાં આવતા યુવાને જીલ્લા એનએસયુઆઈની મદદ લઇ સાયબર ક્રાઈમ પોલીસ ને સમગ્ર બનાવ અંગે રજૂઆત કરી હતી.
પોરબંદર ના એક યુવાને સાયબર ક્રાઈમ પોલીસ ને જણાવેલી વિગત મુજબ તેણે એક યુવતી સાથે સોશિયલ મીડિયામાં વાત કરી હતી,યુવતી એ દોસ્તી કરી તેનો મોબાઈલ નંબર લઈ તેને વિડિઓ કોલ કર્યો હતો.અને કોલ દરમ્યાન યુવતીએ રંગીન વાતો કરી યુવાનને નગ્ન કર્યો હતો.અને તેનું સ્ક્રીન રેકોર્ડર મારફત શુટિંગ કરી લીધું હતું.જેનો આ યુવાન ને ખ્યાલ પણ ન હતો.
ત્યાર બાદ દિલ્હી સાયબર ક્રાઈમ માંથી ઇન્સ્પેકટર વિક્રમ રાઠોડ બોલતો હોવાનું જણાવી તેનો નગ્ન વિડિઓ યુટ્યુબ માં અપલોડ થયો હોવાથી તેના વિરુધ ગુન્હો નોંધાશે તેવું જણાવી યુટ્યુબ ચેનલ ના રાહુલ શર્મા નો નંબર આપી તેનો સંપર્ક કરવા જણાવ્યું હતું.આથી ગભરાયેલા યુવાને આ અંગે જીલ્લા એનએસયુઆઈ પ્રમુખ કિશાન રાઠોડ નો સંપર્ક કર્યો હતો. આથી કિશને રાહુલ શર્મા ના નંબર પર ફોન કરતા રાહુલે વિડિઓ ડીલીટ કરવા રૂ. 13 હજાર માંગ્યા હતા.અને આપેલા એકાઉન્ટ નંબર મા રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું.પરંતુ કોલેજીયન યુવાને રકમ જમા ન કરાવતા તેને ફરીથી વિક્રમ રાઠોડે ફોન કરી વિડિઓ ડીલીટ નહિ થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવી ડરાવ્યો હતો.
આથી કિશન તેને સાથે રાખી સાયબર ક્રાઈમ પોલીસ ને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી.આથી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કોલેજીયન યુવાને આપેલા નંબરો ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.એનએસયુઆઈ ટીમે જણાવ્યું હતું કે આવા સાયબર ક્રાઈમ નો ભોગ શહેર માં અનેક યુવાનો બન્યા છે.અજાણી યુવતીઓની આઇડી જોઈને યુવાનો ફ્રેન્ડશીપ કરતા હોય છે.અને બાદ મિત્રતાના નામે રંગીન વાતોમાં ફસાઈ સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે.જેથી આ અંગે યુવક કે યુવતીઓએ જાગૃતતા દાખવવી જોઈએ તેમજ જો આવા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રોડનો શિકાર બન્યા હોય તો પૈસા આપવાના બદલે સાયબર પોલીસનો સંપર્ક કરવો જોઈએ તેવું પણ જણાવ્યું છે.
જુઓ ચીટર દ્વારા કરાયેલી વાતચીત નું લાઈવ રેકોર્ડીંગ