Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના બંદર ના મુખ માં ડ્રેજીંગ કામગીરી નું ખાતમુહુર્ત કરાયું:બોટો સરળતા થી બંદર માં આવી-જઈ શકશે

પોરબંદર

પોરબંદર ના બંદર ના બારાના મુખમાં ડ્રેજિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કામગીરી શરૂ થતા બોટો સરળતા થી બંદર માં આવી જઈ શકશે.અને માછીમારો ને બંદર માં મુખ માં ભરાયેલ રેતી કાદવ ના થર થી મુક્તિ મળશે

પોરબંદરના બંદરે થી ફિશિંગ માં જતી અને ફિશિંગ કરી પરત ફરતી બોટો ને અસમાવતી ઘાટ નજીક બંદરના મુખ માંથી પ્રવેશ કરવાનો હોય છે.ઘણા વર્ષોથી આ અહીં ડ્રેજિંગ થયું ન હોવાના કારણે રેતી અને કાદવ નો થર નો ભરાવો થયો છે જેથી બોટો ને આવવા જવા માં મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો અને ખાસ કરી ને ભરતી હોય ત્યારે જ બોટો બંદર માં પ્રવેશ કરી શકતી હતી જ્યારે સમુદ્રમાં ઓટ આવે ત્યારે રેતીનું મેદાન બની જવાથી બોટો ફિશિંગ માટે જઈ શકતી નથી અને ફિશિંગ કરીને પરત આવી શકતી નથી. વર્ષોથી માછીમાર આગેવાનો દ્વારા ડ્રેજિંગ કરવા માટે સરકારને અવારનવાર રજુઆત કરવામા આવતી હતી. ત્યારે આખરે ડ્રેજિંગ કરવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ ના હસ્તે ડ્રેજિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહીત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કામગીરી પીપીપી ધોરણે કરવામાં આવશે ડ્રેજિંગ કામગીરી માટે 4 ટોયો મશીન મુકવામાંઆવ્યા છે અને બે વર્ષ સુધી કામગીરી ચાલશે.બંદર માંથી રેતી નીકળશે તેની રોયલ્ટી સરકારને મળશે. જેથી સરકારને રોયલ્ટીચાર્જ તેમજ લાગુ પડતા વેરા ની આવક થશે. 23 હેકટરમાં ડ્રેજિંગ થશે અને રેતી નીકળશે તેનું વેચાણ કરવામાં આવશે. ડ્રેજીંગ કામગીરી શરુ થતા માછીમારો માં ખુશી ની લાગણી જોવા મળે છે
ઉલ્લેખનીય છે કે પોરબંદર નું બંદર ટાઈડલ પોર્ટ હોવાથી સમયાંતરે બંદર નું બારું તેમજ ચેનલ કાંપ રેતીના ભરાવાથી છીછરા થઈ જાય છે તેમજ ઘણી જગ્યાએ કાંપ રેતીના ભરાવાથી મુખ બંધ જાય છે. જેથી બારામાં આવવા જવા માટે બોટોને પુરતી ઉંડાઈ મળતી નથી. જેના લીધે માછીમારો તેઓની બોટોને માત્ર ભરતીનાસમયે જ કાંઠા પર લાવી શકે છે. તે માટે સમયાંતરે મત્સ્ય કેન્દ્રો ખાતે મેઈન્ટેનન્સ ડ્રેજીંગ કામ કરવાની જરૂરીયાત રહે છે. આ ડ્રેજીંગ કામગીરી પી.પી.પી. ધોરણ સિવાય ટેન્ડર દ્વારા કરવામાં આવે ત્યારે રાજયસરકારને મોટો ખર્ચ ભોગવવાનો રહે છે. આ ખર્ચ રાજય સરકારે ભોગવવો ન પડે તેથી પ્રથમ પ્રાયોગિક ધોરણે વિના મૂલ્યે ડ્રેજીંગ કામ થાય અને સરકારને રોયલ્ટી ચાર્જ તેમજ લાગુ પડતા વેરાઓની આવક મળે તે માટે પોરબંદર ખાતે આ કામગીરી પી.પી.પી. ધોરણે શરૂ થઇ છે.

જો કે નવાઈ ની વાત એ છે કે જે વિભાગ દ્વારા આ સમગ્ર કામગીરી નો કોન્ટ્રાક્ટ અપાયો છે અને મોનીટરીંગ કરવાની જવાબદારી છે તે ફિશરીઝ વિભાગ ના કોઈ અધિકારી કે કર્મચારી ખાતમુહુર્ત સમયે ડોકાયા ન હતા જેને લઇ ને અનેક ચર્ચાઓ જાગી છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે