Friday, July 4, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના પત્રકાર ને જુનાગઢ ખાતે ભક્ત કવી નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા ગોલ્ડ મેડલ એનાયત

પોરબંદર

જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના યુવા પત્રકાર સહિત ચોપન યુવક-યુવતીઓને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

પોરબંદર શહેરમાં પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા બે દાયકાથી ખૂબ સુંદર કામગીરી કરનાર અને સેવાકીય ક્ષેત્રે પણ નામના મેળવનાર સ્થાનિક અખબારના સહતંત્રી અને યુવા પત્રકાર જીગ્નેશ વ્રજલાલ પોપટ એમ.એસ.ડબલ્યુ.નો અભ્યાસ કરતા હતા.જેમાં શ્રેષ્ઠ અભ્યાસ કરી યુનિવર્સીટી માં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું છે.ત્યારે જૂનાગઢ ખાતે યોજાયેલા આ પદવીદાન સમારંભમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે જીગ્નેશ પોપટને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પોરબંદરવાસીઓ માટે આ ક્ષણ ગૌરવરૂપ બની ગઈ હતી.

જીગ્નેશ પોપટની પ્રેસ ફોટોગ્રાફર તરીકે કારકિર્દી શરૂ થઈ હતી.જ્યાંથી સહતંત્રી સુધીની તેમની સફર ખૂબ જ રોમાંચક રહી છે.તેઓ હરહંમેશ કેળવણી અને શિક્ષણ માટે પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે.પોરબંદરના ગૌરવવંતા પત્રકાર જીગ્નેશ પોપટને ગોલ્ડમેડલ પ્રાપ્ત થતા પોરબંદર પત્રકાર જગતમાં પણ ખુશીનો માહોલ જોવા મળતો હતો. તેમજ શહેરની અગ્રગણ્ય સંસ્થાઓ અને આગેવાનોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

પોરબંદરમાં છેલ્લા ૨૧ વર્ષથી પોરબંદરના પત્રકારીત્વ જગતને કલમ અને કેમેરાના માઘ્યમથી ઉજાગર કરનાર જીજ્ઞેશ પોપટની શિક્ષણક્ષેત્રે આ એક વધુ સિઘ્ધી હાંસીલ થઇ છે.અગાઉ તેમણે બી.કોમ, બી.એ., એમ.એ., બી.એડ., એમ.એડ., બી.જે.એમ.સી., તથા એમ.જે.એમ.સી. જેવી પત્રકારત્વ ભાષા અને એજયુકેશનમાં માસ્ટર ડીગ્રીઓ મેળવ્યા બાદ એમ.એસ.ડબલ્યુમાં માત્ર કોલેજ લેવલે નહી પરંતુ યુનિ. લેવલે પ્રથમક્રમ મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારે તેમની આ સિઘ્ધીને ખાસ બીરદાવવામાં આવી રહી છે.

પોરબંદર ગોઢાણીયા શૈક્ષણીક સંકુલના ઇતિહાસમાં અત્યારસુધી મેડલ મેળવનારાઓમાં માત્ર યુવતીઓ એટલે કે વિધાર્થીનીઓનો જ સમાવેશ થતો હતો.ગોલ્ડ,સીલ્વર અને બ્રોન્ઝ મેડલ માત્ર યુવતીઓના જ ફાળે જતા હતા પરંતુ પોરબંદરના યુવા પત્રકાર જીજ્ઞેશ પોપટે પોતાના કામની ખુબ જ વ્યસ્તતા વચ્ચે પણ શ્રેષ્ઠ અભ્યાસ કરીને માત્ર કોલેજ ફર્સ્ટ નહી પરંતુ યુનિ. ફર્સ્ટ આવીને સાબીત કરી બતાવ્યું છે કે,ધારે તો યુવાનો પણ મેડલ મેળવી શકે છે.
જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે