Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના દરિયાકાંઠે રૂપકડા સીગલ પક્ષીનું આગમન:શહેરીજનો ગાંઠિયા ખવડાવીને બનાવી રહ્યા છે રોગ નો ભોગ

પોરબંદર

પોરબંદર ના દરિયાકાંઠે રૂપકડા સીગલ પક્ષીઓ નું આગમન થયું છે.અને દિવસભર પક્ષીઓ ના કલબલાટ થી સમગ્ર વિસ્તાર ગુંજતો રહે છે.પરંતુ આ પક્ષી ને લોકો ગાંઠિયા ખવડાવી રોગ નો ભોગ બનાવતા હોવાથી આવું ન કરવા પક્ષીવિદો એ અપીલ કરી છે.

કુદરતે તમામને સ્વતંત્રતાનો સરખો અધિકાર આપ્યો છે, પરંતુ માનવીએ ધરતીના ભાગલા પાડીને બોર્ડર ખેંચી દીધી હોવાથી વિદેશમાં લોકોને હરવા-ફરવા જવા માટે પાસપોર્ટ વિઝા મેળવવા પડે છે.પરંતુ ખુલ્લા આકાશમાં પોતાની મોજમાં વિહરતા પક્ષીઓને આ ઔપચારિકતાની જરૂર નથી.જેથી દર વર્ષે શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશમાંથી પક્ષીઓ ભારતના પ્રવાસે આવે છે અને કિલ્લોલ કરે છે.

હાલ પોરબંદરમાં સીગલ પક્ષી મહેમાન બન્યા છે.પ્રકૃતિ ધ યુથ સોસાયટી ના ડો સિધાર્થ ગોકાણી એ જણાવ્યું હતું કે વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી આવતા “સીગલ” તરીકે ઓળખાતા પક્ષીઓ યાયાવર માઇગ્રેટરી પક્ષીઓ છે. ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે,સીગલના બે ગ્રુપ હોય છે,જેમાં નાના સીગલ અને મોટા સીગલ, જેમાં નાના સીગલ ના પણ ત્રણ પ્રકાર છે,બ્લેકહેડ જેનું માથું કાળુ હોય છે.તથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે.તથા સ્લેન્ડર જેની ચાંચ વાંકી હોય છે.જ્યારે મોટા સીગલમાં પલાસીસ ગલ બ્લેકહેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે,લેઝર બ્લેક ગલ, કાસ્પિયન ગલ વગેરે તેના પ્રકાર છે.

સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે,તે તરી શકે છે. અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે.પરંતુ પોરબંદરની ચોપાટી પર લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે.જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે,ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકશાન થાય છે.અને આ પક્ષીઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે.ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે. ગાંઠીયા ખવડાવવાથી લોકો પૂણ્યના નહીં પાપના પોટલા બાંધીને પાપમાં ભાગીદાર થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

આ સીગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ-અલગ દેશોમાંથી ભારત આવે છે,જેમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાંથી મોંગોલિયા તુર્કમેનિસ્તાન રસિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે. અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે.અને ફરી તેના વતન પરત જાય છે.યાયાવર પક્ષીઓમાં સીગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી,અહીં માત્ર શિયાળો પ્રસાર કરવા આવી છે.તેમ પક્ષીવિદોએ જણાવ્યું છે.

એકબાજુ પોરબંદરમાં પંખી સહિત અન્ય નાના મોટા જીવોને ઈજા થાય તો તેને બચાવવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત રહે છે..પરંતુ બીજી બાજુ પોરબંદરવાસીઓની જેમ જ કેટલાક પંખીઓ અને અન્ય જીવો ગાંઠીયા અને ફરસાણના વ્યસની બની ગયા છે.કહેવાતી આ પ્રકારની જીવદયા એ રૂપકડા જીવો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.પક્ષીઓને આ પ્રકારનું ભોજન આપતા લોકો તેમની આ પ્રવૃતિ ઉપર બ્રેક મારે તે અત્યંત જરૂરી છે.પૂણ્યના પોટલા બાંધવા માટે પક્ષીઓને ગાંઠીયા ખવડાવીને જાણે કે પીડામાંથી મુક્તિ મળી જશે તેમ માનનારો વર્ગ ખુદ પક્ષીઓને જ જાણ્યે અજાણ્યે પીડા આપી રહ્યો છે.આ પ્રકારના પક્ષીઓ અને અન્ય જીવોને પણ ફરસાણ આરોગવામાં અત્યારે તો મજા આવે છે.પણ તેના કારણે તેના આરોગ્યને ગંભીર આડઅસર થાય છે.અને તેનાથી તેઓ પણ અજાણ હોય છે.લોકોએ પણ ગાંઠીયા જેવા ફરસાણ ખવડાવીને પૂણ્યના પોટલા બાંધવાનું માની રહ્યા છે.પરંતુ તેઓ પાપના પોટલા બાંધી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

જુઓ આ વિડીયો 

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે