પોરબંદર
૧૩૪ વખત ગાંધી પ્રતિમા બની અનેક રેકોર્ડ તોડનાર પોરબંદર નો શ્રમિક યુવાન આગામી સમય માં વધુ બે સિદ્ધી મેળવશે.જેમાં તેને સાઉથ કોરિયા ખાતે ડબલ પીએચડી ની ડીગ્રી એનાયત થશે.ઉપરાંત તે બેસ્ટ ઓફ બેસ્ટ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એવોર્ડ પણ મેળવશે.
પોરબંદરમાં રહેતો જયેશ હિંગળાજીયા નામનો શ્રમિક યુવાન 134 વખત ગાંધી પ્રતિમા બની રેકોર્ડ અનેક રેકોર્ડ તોડી ગાંધીભુમી નું નામ સમગ્ર વિશ્વ માં રોશન કર્યું છે.મહાત્મા ગાંધીજીને કેન્દ્ર માં રાખી જયેશે વિવિધ કૃતિઓ બનાવી રેકોર્ડ તોડ્યા છે.જેમાં ગાંધીજીના આલ્બમ, 140 ગ્રામની ગાંધીજીની ફોટો ગેલેરી જેમાં 22693 ફોટા, મગના દાણા જેવડું 27 ફોટાનું ગાંધીજીનું આલ્બમ ઉપરાંત 1183 શિવલિંગ સહિત કુલ 238 વર્લ્ડ રેકોર્ડ મેળવ્યા છે.
જયેશે જણાવ્યું હતું કે વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી યુકે દ્વારા તેને આગામી સપ્ટેમ્બર માસ માં સાઉથ કોરિયા ખાતે બેસ્ટ ઓફ બેસ્ટ પીએચડી ની ડિગ્રી આપવમાં આવશે.ત્યાર બાદ બેસ્ટ એશિયા રેકોર્ડ હોલ્ડર એવોર્ડ આપવામાં આવશે . ભારતમાં હજુ સુધી આ એવોર્ડ કોઈને મળ્યો નથી.5 વર્ષ સુધી રેકોર્ડ હોલ્ડર હોય તેનો સર્વે કર્યા બાદ 5 વર્ષે એક વખત આ એવોર્ડ એનાયત થાય છે.તેનું સિલેકશન તાજેતર માં 5 જાન્યુઆરીએ હતું.ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ,લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ,લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ,એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બોક ઓફ રેકોર્ડમાં જેનું સ્થાન હોય,સર્ટી હોય તેને જ પીએચડી ડિગ્રી અને એશિયાઈ એવોર્ડ આપવામાં આવે છે.જેથી તેને બેસ્ટ ઓફ બેસ્ટ પીએચડી ડિગ્રી તેમજ બેસ્ટ એશિયા રેકોર્ડર હોલ્ડર એવોર્ડ મળશે.અગાઉ તેને ૨૦૧૨ માં વિયેતનામ ખાતે પીએચડી ની ડીગ્રી એનાયત કરાઈ હતી.ભોંય સમાજ ના કડીયાકામ કરતા યુવાને આ અનેરી સિદ્ધિ મેળવી છે.જે સમગ્ર ભારત માટે ગૌરવરૂપ સાબિત થશે.
જુઓ આ વિડીયો