પોરબંદર
પોરબંદર ના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી દોઢ હેક્ટર જમીન માં ટીસ્યુ કલ્ચર ઈઝરાઈલી ખારેક નું વાવેતર કર્યું હતું. જેમાં સફળતા મળતા ત્રણ વરસ બાદ ૧૫૦ વૃક્ષ માં ૮૦૦૦ કિલો પીળા સોના સમાન ખારેક નું ઉત્પાદન થયું છે.
સામાન્ય રીતે પડતર અને બંજર જમીનમાં ખારેકનું વાવેતર થતું હોય છે.પરંતુ પોરબંદરના કોલીખડા ગામે રહેતા ધાર્મિકા ફાર્મ હાઉસ ધરાવતા વજશીભાઈ સવાભાઈ બાપોદરાએ પોતાની સારી અને ફળદ્રુપ જમીન માં ઓર્ગેનિક રીતે ઇઝરાયલી ટીસ્યુ કલ્ચર ખારેકનું દોઢ હેકટર જમીનમાં વાવેતર કર્યું હતું.છેલ્લા ઘણા વર્ષથી તેઓ મગફળી, કપાસ, મકાઇ, જુવાર વગેરે પાકોની અન્ય ખેડૂતોની જેમ જ સામાન્ય ખેતી કરી રહ્યા હતા.
થોડા અનુભવ બાદ કઇંક નવું કરવાની ધગશ ધરાવતા વજશીભાઈએ બાગાયત વિભાગ પાસેથી ખારેકની ખેતી વિષે જાણ્યું અને ખારેકની ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો.તેઓએ બજારમાં મળતા રાસાયણિક ખાતરોની ઉપજો થકી ઉત્પાેદીત થયેલ કૃષિ ઉત્પા દનો જોયા તેમને થયું કે, લોકોના આરોગ્યનને નુકશાન કરે તેવા કૃષિ ઉત્પાતદનો દિન – પ્રતિદિન વધી રહયાં છે,તેવા સમયે ઓર્ગેનિક ઉત્પાદન થકી લોકોને વધુ સારૂં કૃષિ ઉત્પાદન આપવું જોઈએ.તેમના વિચાર બીજમાંથી જન્મે થયો ઓર્ગેનિક પધ્ધતિની ટીસ્યુક કલ્ચર ખારેકના ઉત્પાોદનનો.
જેમાં વલસાડથી 230 ખારેકના રોપા મંગાવી વાવેતર કર્યું હતું .ત્રણ વર્ષ સુધી આંકડાનો બોરો,ગૌમૂત્ર અને જીવામૃત સહિતના કુદરતી ખાતર ની મદદ વડે અને સખત મહેનત થી હાલ માં તેના ખેતરમાં 150 જેટલા ખારેકના ઝાડ માં ખારેક ઊગી છે.ચોમાસા પહેલા ખારેકની લૂમમાં પાકની માવજત માટે પ્લાસ્ટિક બેગનું આવરણ લગાવ્યું છે.1 પ્લાન્ટમાં 50 કિલોનું ઉત્પાદન થતા 8000 કિલો ખારેકનું ઉત્પાદન થશે.મધમીઠી ખારેક ઊગી નીકળતા ખેડૂત તથા તેના પરિવાર માં ખુશી જોવા મળે છે.આ ખેડુત જાતે જ પોતાના પાક નું વેચાણ વાડી એ તથા લીમડા ચોક ખાતે થી કરી રહ્યા છે. પોરબંદર આમ પણ બહુ ઓછા ખેડૂતો ખારેક ના વાવેતર નો પ્રયોગ કરે છે.ત્યારે આ ખેડૂતે તેમાં સફળતા મેળવતા અન્ય ખેડૂતો ને પણ અનેરો રાહ ચીંધ્યો છે.
જુઓ આ વિડીયો