પોરબંદર
પોરબંદરના કીર્તિમંદિર ખાતે આવતા પ્રવાસીઓ ની સંખ્યા જાણવા કાઉન્ટીંગ મશીન લગાવાયું છે.આગામી સમય માં અહીના સેલ્ફી પોઈન્ટ ખાતે પણ આ પ્રકારે મશીન મુકાશે તેવું જાણવા મળે છે.
પોરબંદર ખાતે આવેલ મહાત્મા ગાંધીજી ના જન્મસ્થળ કિર્તીમંદિર ની વર્ષે પાંચ લાખ થી વધુ દેશ વિદેશ ના પ્રવાસીઓ મુલાકાત લે છે.પરંતુ અત્યાર સુધી અહીની મુલાકાત લેતા પ્રવાસીઓ ની સંખ્યા જાણવા માટે કોઈ વ્યવસ્થા ન હતી.ત્યારે તંત્ર દ્વારા અહી તા 29/12/2021 થી કાઉન્ટીંગ મશીન મુકવામાં આવ્યું છે.જેના આધારે મુલાકાતીઓની સંખ્યા જાણી અને તે અંગે રજીસ્ટર માં નોંધ કરવામાં આવે છે.
કિર્તીમંદિર ખાતે સામાન્ય રીતે દરરોજ ૧૦૦૦ થી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે પરંતુ તા 1 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી દરમ્યાન માત્ર 8398 લોકોએ મુલાકાત લીધી હોવાનું નોંધાયું છે.આગામી સમય માં સેલ્ફી પોઈન્ટ ખાતે પણ આ પ્રકારે કાઉન્ટીન્ગ મશીન મુકવામાં આવશે તેવું જાણવા મળે છે.જો કે કાઉન્ટીન્ગ મશીન સાઈડ માં મુકાયું હોવાથી અનેક પ્રવાસીઓ તેની બાજુ માંથી નીકળી જતા હોવાથી હજુ પણ મુલાકાતીઓ નો સાચો આંકડો જાણવો મુશ્કેલ બનશે.હાલ માં કોરોના ના વધતા જતા કેસો ને ધ્યાને લઇ ને પ્રવાસીઓ ની સંખ્યા માં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
જુઓ આ વિડીયો