પોરબંદર
પોરબંદર ના કર્લી પુલ નજીક ખાડી માંથી મોડી સાંજે તાજી જન્મેલ બાળકી નો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહ નો કબ્જો લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર શહેર ના પ્રવેશદ્વાર પર આવેલ કર્લી પુલ પાસે ખાડી તરફ ના ભાગે મોડી સાંજે બાળકી નો મૃતદેહ તરતો હોવાની માહિતી સ્થાનિકો એ આપતા ૧૦૮ ની ટીમ ના કમલેશ બારૈયા તથા સ્ટાફ તુરંત સ્થળ પર દોડી ગયો હતો.અને પાણી માં ડૂબેલ બાળકીના મૃતદેહ ને સ્થાનિકો ની મદદ થી બહાર કાઢવામાં આવ્યો હતો.અને આ અંગે પોલીસ ને જાણ કરતા પોલીસ સ્ટાફ પણ તુરંત દોડી ગયો હતો.
બનાવ બનતા લોકો ના ટોળા એકત્ર થયા હતા.અને ટ્રાફિક જામ થતા પોલીસે લોકો ને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.બાળકીને કોઈએ જીવતી જ ખાડી માં ફેંકી છે.કે મૃત હાલત માં તે તો પીએમ થયા બાદ જ સામે આવશે.તેવું પોલીસે જણાવ્યું છે.હાલ તો આ મામલે પોલીસે જાણવા જોગ દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.પુલ ની નજીક સીસીટીવી કેમેરા ન હોવાથી ટ્રાફિક થી સતત ધમધમતા માર્ગ પર આવેલ ખાડીમાં બાળકી ને કોણ ફેંકી ગયું તેની તપાસ કરવી પોલીસ માટે મુશ્કેલ બની જશે.પોલીસે નજીક માં આવેલ ઝુંપડપટ્ટી માં રહેતા લોકો ની પુછપરછ હાથ ધરી છે.
જુઓ આ વિડીયો