પોરબંદર
પોરબંદર ના બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના માં સફાઈ,પાણી સહિતની વિવિધ સમસ્યાઓ અંગે રહેવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત લઇ તેઓની સમસ્યા જાણી હતી.અને આ મામલે આજે સોમવારે પાલિકાને આવેદન પાઠવાશે.
પોરબંદરમાં બીએસયુપી યીજના હેઠળ બોખીરા ના કેકે નગર વિસ્તારમાં રૂ. 81.25 કરોડના ખર્ચે 2448 મકાન બનાવ્યા છે.જેમાં તબક્કાવાર ૯૦૦ થી વધુ પરિવારો ને ડ્રો સિસ્ટમથી આવાસ ફાળવાયા છે.હજુ અનેક આવાસ ફાળવવાના બાકી છે.ત્યારે જે લાભાર્થીઓ આ આવાસમાં રહે છે.ત્યાં સફાઈ, પાણી સહિતની સમસ્યા હોવાથી આ અંગે કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ વિજય બાપોદરા ને જાણ કરતા તે સહિત કોંગી કાર્યકરો એ આવાસની મુલાકાત લીધી હતી.અને સ્થાનિકોની સમસ્યા જાણી હતી.
સ્થાનિકો એ રોષભેર જણાવ્યું હતું કે અને મકાનો ના સ્લેબ માંથી પોપડા ખરે છે.જેથી અકસ્માતનો ભય છે.સીડીમાં રેલિંગ ફિટ કરેલ નથી.જેથી બાળકો અને વૃદ્ધોને ચડવામાં મુશ્કેલી થાય છે.પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું આવે છે.ઉપરાંત અહી સફાઈ નો અભાવ જોવા મળે છે.રાખવામાં આવેલી કચરાપેટી માંથી પણ કચરો ખાલી કરવામાં આવતો નથી.ગંદકી ના કારણે મચ્છરો અને ઝેરી જીવજંતુ ઓનો ત્રાસ જોવા મળે છે.પાર્કિંગ એરિયામાં લાઈટ નથી.જેથી અંધારપટ્ટ છવાઈ જાય છે.વિજયભાઈ એ જણાવ્યું હતું કે સરકારે આવાસ સોપ્યા બાદ હાથ ઊંચા કરી દીધા હોય તેમ અહીના પ્રશ્નો મામલે ઉદાસીનતા દાખવવામાં આવે છે.જેથી આ સમસ્યાઓને લઈને આજે સોમવારે કોંગ્રેસ દ્વારા પાલિકાને આવેદન પાઠવવામાં આવશે.અને જો આ સમસ્યાઓનું નિરાકરણ નહિ કરવામાં આવે તો સ્થાનિકોને સાથે ધરણાની પણ ચીમકી આપી છે.
જુઓ આ વિડીયો