પોરબંદર
પોરબંદર ના આર્યકન્યા ગુરુકુળ ખાતે દર વરસ ની પરંપરા મુજબ આ વખતે પણ સંસ્થા માં અભ્યાસ કરતી ૧૫૦ થી વધુ દીકરીઓ એ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતા.
યજ્ઞોપવિત એ એક પવિત્ર સંસ્કાર છે.પરંતુ મોટાભાગે પુરુષો જ આ સંસ્કાર ધારણ કરતા હોય છે.પોરબંદરમાં આવેલ આર્યકન્યા ગુરુકુળ સંસ્થા દ્વારા કન્યાઓને પણ પવિત્ર યજ્ઞોપવિત સંસ્કાર દર વર્ષે બળેવના દિવસે આપવામાં આવે છે. અને આ પરંપરા છેલ્લા 84 વર્ષોથી ચાલતી આવે છે.આજે પણ ગુરુકુળ ખાતે દીકરીઓ ને યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કરાવવાના કાર્યક્રમ નું આયોજન થતા ૧૫૦ થી વધુ દીકરીઓ એ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતા.
સંસ્થા ના રંજનાબેન મજીઠીયા એ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ભૂમિ પર નાનજીભાઈ કાલિદાસ ભાઈ મહેતાએ આજથી 84 વર્ષ પહેલા દીકરીઓ માટે 90 એકર જમીનમાં ગુરુકુળની સ્થાપના કરી હતી,અહીં દીકરો-દીકરી એક સમાન તે પાયાનો સિદ્ધાંત પ્રસ્થાપીત કર્યો હતો.જે જમાનામાં દીકરીઓને માતા-પિતા ભણાવવામાં પણ રાજી ના હતા તે સમયે વર્ષ 1936માં પોરબંદરમાં નાનજીભાઈ મહેતાએ માત્ર દીકરીઓના અભ્યાસ માટે આર્ય-કન્યા ગુરુકુળની સ્થાપના કરી હતી.ગુરુકુળમાં અભ્યાસ માટે આવતી દીકરીઓને અહીં અભ્યાસની સાથે સાથે સંસ્કાર અને નિર્ભય ઉછેર મળી રહે તે માટે આ સંસ્થામાં દીકરી નું મૂલ્ય દીકરા કરતા ઓછું નહિ અને રાષ્ટ્ર અને સમાજનો પાયો દીકરી જ છે તે સૂત્ર સાથે સંસ્થાના સિદ્ધાંતોનો પાયો નાખ્યો હતો.
અને તેથી જ આ સંસ્થામાં દીકરીઓને પ્રવેશ આપતી વખતે યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવે છે.અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવીત ધારણ કરેલી આ દીકરીઓ દીકરાની માફક જ જનોઈ બદલી યજ્ઞોપવીત સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે.આજે રક્ષાબંધનના દિવસે ૧૫૦ થી વધુ વિદ્યાર્થિનીઓ પણ જનોઈ બદલી યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા.દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવીત ધારણ કરેલી આ દીકરીઓ દીકરાની માફક જ જનોઈ બદલી યજ્ઞોપવીત સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે.
મુસ્લિમ ધર્મની દીકરીઓને પણ પરંપરાનો ભાગ બનાવવામાં આવે છે.એટલું જ નહિ અહીં ભણતી નાની મોટી સૌ દીકરીઓ આ પરંપરા નિભાવે છે.અહીં પ્રવેશ લેતી દીકરીઓ આખું વર્ષ જનોઈ ધારણ કરી રાખે છે, અને દર વર્ષે રક્ષાબાંધનના દિવસે જનોઈ બદલવાની વિધિ કરે છે.વૈદિક યજ્ઞ અને મંત્રોચ્ચાર સાથે આ દીકરીઓએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા.
જુઓ આ વિડીયો