પોરબંદર
પોરબંદરની એમ કે ગાંધી સ્કુલ નાં વિદ્યાર્થી એ પાંખીયા વગરનો પંખો બનાવી ઇન્સ્પાયર એવીર્ડમાં કૃતિ રજૂ કરતા તેની કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી છે.આથી આગામી સમય માં તેની કૃતિ રાજ્યકક્ષા એ ઈન્સ્પાયર્ડ એવોર્ડ માં રજુ થશે.
બાળકોમાં છુપાયેલા ટેલેન્ટને બહાર લાવવા અને પ્લેટફોર્મ આપવા ભારત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા ધોરણ 6 થી 10માં અભ્યાસ કરતા બાળકોને સાયન્સ પ્રોજેક્ટ બનાવવા માટે ઇન્સપાયર એવોર્ડનું આયોજન થાય છે.જેમાં પોરબંદરની એમ કે ગાંધી સ્કુલ માં ધો 8 માં અભ્યાસ કરતા ધૈર્ય વિમલભાઈ હિંડોચા નામના 14 વર્ષીય વિદ્યાર્થી એ પોતાની કૃતિ રજૂ કરી હતી.તેણે બ્લેડલેસ ફેન એટલે કે,પાંખીયા વગરનો પંખો બનાવ્યો છે.તેની આ કૃતિ અગાઉ તાલુકા કક્ષા એ અને જીલ્લા કક્ષા એ પ્રથમ સ્થાન મેળવ્યું છે.અને હવે આગામી સમયમાં તે રાજ્યકક્ષા એ પોરબંદર નું પ્રતિનિધિત્વ કરશે.
ધૈર્યએ જણાવ્યું હતું કે પાંખીયાવાળા પંખા માં નાના બાળકો હાથ નાખી દે તો બાળકને ઈંજા પહોંચી શકે છે.જેથી પાંખિયા વગરનો પંખો બનાવ્યો છે.જેમાં બ્લેડ અંદર હોય છે.આથી પંખો હવા ફેંકે છે.પરંતુ પાંખીયા નીચે હોવાથી દેખાય નહિ. અને બાળકને ઈજા ન થાય તે હેતુથી આ પ્રોજેક્ટ તૈયાર કરી રજૂ કર્યો હતો.જિલ્લા લેવલે 10 કૃતિ માંથી ધૈર્યનું ઇનોવેશન પ્રથમ આવતા આગામી સમયમાં તે રાજ્યકક્ષા એ પ્રતિનિધિત્વ કરશે.ધૈર્યએ આ વર્ષે પણ ઈન્સ્પાયર્ડ એવોર્ડ માટે નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.જેમાં દિવ્યાંગજનો કે જે હાથેથી રોટલી વણી શકતા નથી.તેઓને ધ્યાનમાં રાખી ઓટોમેટિક રોટીમેકર બનાવ્યું છે.જેમાં લોટ મુકવાથી રોટલી વણાઈ જાય છે.ધૈર્ય ની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય સહિતના સ્ટાફે ધૈર્યને શુભેરછા પાઠવી છે.
જુઓ આ વિડીયો