Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર નાં યુવાને બનાવેલી શોર્ટ ફિલ્મ ને મળ્યા 18 આંતરરાષ્ટ્રીય એવોર્ડ:નાના એવા શહેર નાં યુવાન ની જ્વલંત સફળતા

પોરબંદર

પોરબંદરના યુવાને કોરોના કાળ નો સદુપયોગ કરી શોર્ટ ફિલ્મ બનાવી હતી.જે ફિલ્મે નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમા 21 માંથી 18 એવોર્ડ મળ્યા છે.

પોરબંદરમા રહેતા કૃણાલ બીપીનભાઈ પંડ્યા નામના યુવાને કોરોનાની પહેલી લહેર દરમ્યાન લોકડાઉનમા સમયનો સદુપયોગ કરી એક 17 મિનિટની હિન્દી શોર્ટ ફિલ્મ બનાવી હતી.”ફિલ્લમ”નામની આ શોર્ટ ફિલ્મ ગ્રામ્ય વિસ્તાર નાં નાના બાળકની ફિલ્મ મેકર બન્યા સુધી ની યાત્રા પર આધારિત હતી.જે ફિલ્મ તેણે ફ્રીવેર આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમા સબમિટ કરી હતી.જેને અલગ અલગ કેટેગરી માં અત્યાર સુધીમાં 21 માંથી 18 એવોર્ડ મળ્યા છે.

જેમાંથી 4 એવોર્ડ રાઈટરને અને 14 એવોર્ડ કૃણાલને મળ્યા છે.જેમાં કૃણાલને બેસ્ટ શોર્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે.આ ફિલ્મ કુણાલે જ પ્રોડ્યૂસ અને ડીરેક્ટ કરી હતી.અને આ ફિલ્મ ની સ્ટોરી કુણાલે ફિલ્મ રાઈટર તે સમયે વિદેશ હોવાથી વિડીયો કોલિંગની મદદ થી ચર્ચા કરી ફાઈનલ કરી હતી.હાલ માં કુણાલ મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ જમાવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કરે છે.અને અત્યાર સુધી માં તે મોટા બેનર ની ચાર ફિલ્મો માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામગીરી કરી ચુક્યો છે.આ શોર્ટ ફિલ્મ આગામી એપ્રિલ માસ માં રીલીઝ થશે.કૃણાલના પિતા બીપીનભાઈએ જણાવ્યું હતું કે, કૃણાલને ફોટોગ્રાફીનો શોખ હતો.જેથી તેને તે ફિલ્ડમાં જવા હમેશા પ્રોત્સાહન આપ્યું હતું.આજે કુણાલે તે ફિલ્ડ માં જ આગળ વધી પરિવાર અને શહેર નું નામ રોશન કર્યું છે.કુણાલ ની આ સફળતા બદલ તેના કાકા રાજુભાઈ પંડ્યા તથા દેવુભાઇ પંડ્યા એ પણ ગૌરવ અનુભવી કુણાલ વધુ ને વધુ પ્રગતી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે