પોરબંદર
પોરબંદર નાં કાટવાણા ગામે વૃદ્ધા પર હુમલો કરી વેઢલા ની લુંટ કરવામાં આવી છે.હુમલા માં પરપ્રાંતીય શ્રમિક સંડોવણી હોવાની આશંકા એ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જો કે લુંટ માં ગયેલ વેઢલા સોનાના ન હોવાનું જાણવા મળે છે.
પોરબંદર નાં કાટવાણા ગામે રહેતા નાથીબેન છગનભાઈ ગોરાણીયા (ઉ.વ. ૬૦)નામની વૃદ્ધા તેના ભાઈ પરબતભાઈ સાથે રહે છે.ગઈકાલે વહેલી સવારે પરબતભાઈ કાટવાણા ગામે બસ સ્ટેન્ડમાં આવેલ તેની ચાની હોટલે ગયા હતા.તે દરમિયાન સવારે સાડા છ વાગ્યા આસપાસ એક અજાણ્યો પરપ્રાંતીય શ્રમિક જેવો જણાતો શખ્સ મોઢા પર માસ્ક બાંધી દિવાલ કૂદી નાથીબેન ના ફળિયામાં આવ્યો હતો.અને નાથીબેન ઉપર છરીથી હુમલો કરી શરીર માં અલગ અલગ સ્થળો એ છરી નાં પાંચ થી છ ઘા મારી નાથીબેને કાન માં પહેરેલા વેઢલા ની લૂંટ ચલાવી હતી.
નાથીબેને બૂમાબૂમ કરતા આ શખ્સ દીવાલ ઠેકી નાસી ગયો હતો.બનાવ અંગે જાણ થતા બગવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ હરદેવસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને વૃદ્ધા ને ગંભીર ઈજાઓ થતા પ્રથમ પોરબંદર ની સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.જો કે વૃદ્ધા એ કાન માં પહેરેલ વેઢલા સોનાના હોવાનું માની અજાણ્યા શખ્શે હુમલો કરી લુંટ કરી હતી.પરંતુ તે સોનાના ન હોવાનું પણ સામે આવ્યું છે.
હુમલો કરનાર અજાણ્યા શખ્સ ને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ડોગ સ્કવોડ ની મદદ લેવામાં આવશે.ઉપરાંત પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આજુબાજુની વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા મજૂરોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે તેવું ગ્રામ્ય ડીવાયએસપી સ્મિત ગોહેલે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા રાણાવાવ નાં વૃદ્ધા ની હત્યા કરી ઘર માં રહેલ દાગીના ની લુંટ કરવાના આરોપી હજુ સુધી ઝડપાયા નથી.ત્યાં વધુ એક લુંટ થતા જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
ધીરુભાઈ નિમાવત ,બગવદર
જુઓ આ વિડીયો