Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર જેસિઆઇ દ્વારા રિઝવાન આડતીયાનો ટોક શો યોજાયો:બે વર્ષ બાદ પોરબંદર આવેલા રિઝવાનભાઈએ દિલ ખોલીને વાતો કરી

પોરબંદર

પોરબંદરના પનોતા પુત્ર, વૈશ્વિક દાતા અને યુવા ઉધોગ સાહસિક રિઝવાન આડતીયા બે વર્ષ પછી એક દિવસ માટે પોરબંદર આવ્યા હતા, ત્યારે જેસીઆઈ પોરબંદર દ્વારા “રિઝવાન આડતીયા સાથે સંવાદ” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

■ પોરબંદરવાસીઓનો ઋણ સ્વીકાર.
પોરબંદરમાં જન્મેલા અને વ્યવસાય અર્થે આફ્રિકામાં સ્થાયી થયેલા રિઝવાન આડતીયાનું ગત વર્ષે આફ્રિકામાં અપહરણ થયું હતું અને 22 દિવસ સુધી લાપતા હતા ત્યારે પોરબંદરની સામાજિક સંસ્થાઓ, સામાજિક અને રાજકીય આગેવાનો તથા પોરબંદરની જનતાએ રિઝવાનભાઈની સલામતિ માટે પ્રાર્થનાઓ, વિવિધ પ્રકારની માનતાઓ કરી હતી અને સરકારમાં રજૂઆતો કરી લાગણી દર્શાવી હતી તે માટે રિઝવાનભાઈએ એ સંકટ સમયમાં હૂંફ આપનાર પોરબંદરની જનતાનો આભાર માની અને આ ઘટનાએ એમને જીવનમાં વધુ મજબૂત બનાવ્યાનો ભાવ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો.

■ રિઝવાન ફિલ્મના માધ્યમથી સંદેશો.
પોરબંદરના એક સાવ ગરીબ પરિવારમાં જન્મી અને માત્ર 9 ધોરણ સુધી અભ્યાસ કરનાર રિઝવાન આડતીયા અનેક સંઘર્ષના પડાવ પાર કરી સફળ બિઝનેસમેન અને વૈશ્વિક દાતા બન્યા છે, ત્યારે તેના જીવનની સંઘર્ષ ગાથા દર્શાવતી “રિઝવાન” ફિલ્મ પ્રસિદ્ધ થઈ છે. મુશ્કેલીઓના સમયમાં નાસીપાસ થતા લોકો માટે સંઘર્ષની પાછળ સફળતા છુપાયેલી છે તેવો આ ફિલ્મના માધ્યમથી સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે બાળકો અને તમામ લોકોને રિઝવાન ફિલ્મ જોવા અપીલ કરવામાં આવી હતી.

■ શહેરની તમામ સંસ્થાઓની ઉપસ્થિતિ.
ગોઢાણીયા કોલેજ ખાતે જેસીઆઈ પોરબંદર દ્વારા “રિઝવાન આડતીયા સાથે સંવાદ” કાર્યક્રમનના આયોજનમાં પોરબંદર શહેરની તમામ પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રમુખો અને પ્રતિનિધિઓ તથા અર્જૂનભાઈ મોઢવાડીયા, સામતભાઈ ઓડેદરા, ડીવાયએસપી અરભમભાઈ ગોઢાણીયા, હિરલબા જાડેજા, અનિલભાઈ કારીયા, જીજ્ઞેશભાઈ કારીયા, પદુભાઈ રાયચુરા સહિત સામાજિક અને રાજકીય આગેવાનો તથા રિઝવાનભાઈના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

■ ટોક શોના આયોજન બદલ જેસીઆઈને અભિનંદન.
રિઝવાનભાઈ આડતીયા માત્ર એક જ દિવસ માટે પોરબંદર આવ્યા હતા જેથી એક દિવસમાં બધા લોકોને વ્યક્તિગત મળવું શક્ય નહોતું તેવા સમયે જેસીઆઈ પોરબંદર દ્વારા “ટોક શો”ના માધ્યમથી તમામ સંસ્થાઓને એક સાથે મળવાનું સુંદર આયોજન કરવા બદલ રિઝવાનભાઈ આડતીયા અને તમામ મહાનુભાવોએ જેસીઆઈ પોરબંદરની ટીમને અભિનંદન આપ્યા હતા. આ ટોક શો દરમિયાન ઓડિયન્સમાંથી પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના રિઝવાનભાઈએ ખૂબ જ વિગતવાર જવાબો આપી પોતાના ઉમદા વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો.

આ ટોક શોને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ રોનક દાસાણી, સેક્રેટરી પ્રિન્સ લાખાણી, શિવાની સામાણી, પાર્થ લોઢિયા અને જેસીઆઈ પોરબંદરની ટીમે જહેમત ઉઠાવી હતી.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે